SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ ( ર૯૬) “ખચિત. એ દેવલોકમાંથી આવેલો હશે, તેથી જ આવો પુણ્યવંતો જણાય છે. અહીંયાં પણ ભાગ્યવંતને ઘરે જ આવ્યો છેને, માત્ર એકજ ખામી છે,” બીજી સ્ત્રી બેલી. તારી વાત હું સમજી, એને પિતા નથી એજ ખામીને, તારી વાત સાચી છે. સુશીલા ! જે એનો પિતા આજે હોત તો આ કર્મવંતા પુત્રને કે જેને જન્મમહોત્સવ થાત ? ” “એનેય આ શું સુર્યું કે એ સાધુ થઈ ગયો. આવો રૂપાળો સંસાર છોડીને એ સાધુ થયે, શું માણસનીય મતિ છે કંઈ?” એક સ્ત્રીએ વચમાં ટહુકો કર્યો. મને તો લાગે છે કે એ સિંહગિરિસૂરીજી જંતરમંતર વાળા છે કોણ જાણે એમણે શીયે ભભૂતિ નાખી દીધી કે એને દીક્ષા દીક્ષાજ ઝંખી રહ્યો હતો. પરણાવ્યાય જબરજસ્તીથી, અને પરણ્યો તોય એનેને સુનંદાને જાણે લેવાદેવા ન હોય. એતો કેણ જાણે કે સુનંદાને ભાગ્યે જ આ સારે દિવસ આવ્ય” સુનંદાની ફેઈજીએ બળાપો કર્યો. આવી સાહ્યબી, આવ રૂપાળો ઠાઠમાઠ, સુનંદા જેવી ગુણીયલ સ્ત્રી, આવો મજેહને પુત્ર છેડી સાધુમાં શું ભર્યું હશે. જેમ લોકે સાધુ થતા હશે અને એ સાધુઓનેય કાંઈ ધંધે છે કે જે આવ્યો તેને આ મુંડ્યો?” એક સંસારની રસીયણ બલી.
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy