________________
( ૧૭૭ )
શહેર બહાર તેમજ અંદર તળાવા, વાવા, અને કુવાઆની સારી સગવડ હેાવાથી વસ્તીને ગમે ત્યારે પાણીના ત્રાસ નહેાતા; બ્રાહ્મણ, વૈશ્ય, ક્ષત્રીય, વગેરે અનેક જાતિએથી આ નગર ભરેલું હતુ. વ્યાપાર રાજગાર પણ સારા ચાલતા હતા. રાજ્ય તરફથી પણ વ્યાપારીઓના વ્યાપારને ઉત્તેજન મળે એવી અનેક સગવડ હતી. એવીજ રીતે ખેડુતાને પણ ખેતીવાડીમાં લીલા લહેર હતી. પ્રજા સુખી, સતાષી, કમાઉ ને ઉદ્યમી હતી. એ પ્રજાની જાહેાજલાલીથી રાજ્યની પણ આબાદીજ હતી. શાંતિના સમય હેાવાથી કુદરતે પેાતાની અનુપમતા ખીલવવાની સારી જમાવટ કરી હતી.
પેાતાના નામથી વસાવેલી આ નગરીમાં જાવડનું ખાસ સ્થાન હતું. રાજ નગરમાં ફરવા જતા, ઘેાડેસ્વારી કરતા, શહેર બહાર બંગલાઓમાં રહેતા કે ફાવે તે! રાજગઢમાં નીવાસ કરતા, રાતના પણ જુદા જુદા વેષે શહેરચર્ચા જોવાતી, ઉપરાંત દિવસના દરબાર પણ ભરતા ને પ્રજાના સુખદુ:ખ તરફ ધ્યાન આપતા હતા.
એ શરદપુનમને ગયાં બહુ દિવસ થયા ન થયા ને સામચંદશેઠ પરિવાર સાથે જાબાલીપુરમાં આવી પહોંચ્યા, શહેર બહાર બંગલામાં સુરચંદશેઠના ઉતારાની વ્યવસ્થા કરી. એ બગલાની આસપાસ બગીચેા હતેા, બંગલાના
૧૨