________________
( ૧૫ ) થોડીવારે તે ટેળું આવી પહોંચ્યું, સુશીલા એની માતા, આડેસી પાડોસીની સુંદરીઓ, વિલાસ, વિદ્યા, તનમન વિગેરે ઘેટીનું એ નરૂ અનુપમ સૌંદર્ય હતું.
કેમ બહુ વાર લગાડી, ઘણું કામમાં ભરાયાંતાં કાંઈ” પેલી વડેરી સ્ત્રીએ હાજરી લીધી. ' “શું કરીયે, કયારનાંય આવવાનાં હતાં, ઘણીય ઉતાવળ કરી તોય મેડુ થઈ ગયું ખરૂ કે ? ” સુશીલાની માતાએ જણાવ્યું.
“હશે, ચાલે તૈયાર થાઓ, સુશીલા! જય! તારાં બધાય બહુ વખાણ કરે છે તારા કંઠના, તારા ગાનનાં, ને તારા અભિનયનાં, તારી બધીય કળા બતાવ હવે. સારીય મેદની અહીં જામેલી છે તેને લેવરાવ એક ગરબો.
સુશીલાએ તૈયારી કરી, પિતાની સમાન અભિનય કળામાં, ગાયનની મીઠાશમાં જે પાવરધી હતી તેમને રાસમાં ઉભી રાખી, બાકીની આધેડ સ્ત્રીઓને, બેસુરા સુરવાળીને દૂર કરી. પેલી વડેરી એમને તાલ જેવા વચમાં ઉભી. ગરબો શરૂ થયે.
ગર હે શામળીયાજી રે, તમે શિવરમણના વિલાસી, અલબેલા,
મને મોહન મા....યા લ...ગાડી.