SearchBrowseAboutContactDonate
Page Preview
Page 153
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૬) પેલા બન્નેની વ્યવસ્થામાં બધાં માણસે પડવાથી આ ફકીર જેવા જણાતા પરાક્રમીનો ઉપકાર માનવા તરફ કોઈનું ધ્યાન ન રહ્યું, ફકીર બાગમાં પડતી બારી પાસે આવ્યો આસ્તેથી બારી ઉઘાડી બગિચામાં ઉતરી દિવાલ કુદી પસાર થઈ ગયે. એ બન્ને જણને પુરેપુરા કબજે કર્યા પછી એ યુગલને પેલો ફકીર સાંભર્યો, બધે શોધી રહ્યાં, પણ એનો પત્તો કયાં, દર્દભર્યા હૈયે એ સુંદરી બોલી ! “અરે એ પરાક્રમી ફકીર કયાં ગયા ? એ કોણ હશે ! શું સાચે સાચ તે ફકીર હતા, ત્યારે એ ગેબી મદદગાર કેણ?” પણ એને જવાબ કોણ આપે? એ ફકીર તો છુપા વેશે નગરચર્યા જોવા નીકળેલા ભાવડશાહ હતા. – ૦૩– – પ્રકરણ ૧૮ મું. વિદ. અજબ છે પ્રેમને પ્યાલ, ગજબ છે રંગ પ્રીતિને, ગજબ એ પ્રેમનાં સૂત્ર, અજબ એ પંથ પ્રીતિને નરી એ પ્રેમ મસ્તીમાં, ખુમારી ને ખુવારી છે, ફનાએ ઇશ્ક બાજીમાં, યુવાની આ દિવાની છે. ”
SR No.022883
Book TitleVajraswami Ane Jawad Shah Athva Shatrunjay 13 Mo Uddhar
Original Sutra AuthorN/A
AuthorManilal Nyalchand
PublisherJain Sasti Vanchanmala
Publication Year1933
Total Pages474
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy