________________
લેખ સંગ્રહ : ૮ :
| ૭૭ ] પ્રાણાને પણ અસત્ય ન જ બોલવું એવી દઢ ટેકવાળા પ્રાણીઓ ધર્મને લાયક છે.
પ્રિય અને પશ્ચત હિત)રૂપ થાય એવું જ તથ્ય-સત્ય બોલવું જોઈએ.
પૈસા અગિયારમાં પ્રાણ લેખાય છે. આજીવિકાનું સાધન ખુંચવી લીધા પછી શાના આધારે પ્રાણુ ટકી શકે ?
અનીતિ-અન્યાય અને અપ્રમાણિકતા પ્રાણાને પણ આદરવા ન જ ઘટે.
દ્રઢ નીતિથી વર્તન એ જ ઉદયની નિશાની, અને અનીતિભર્યું આચરણ એ નજદીકમાં થનારી પાયમાલીનું લક્ષણ સમજી હિત લાગે તેમ વર્તવું.
પરસ્ત્રીને માતા જેવી લેખવી, વિકારભરી દષ્ટિથી તેના પ્રત્યે જેવું ન ઘટે.
પરસ્ત્રી અને વેશ્યાગમનથી કુશીલ બનેલ સ્વછંદી જનની જહદી પાયમાલી થવા પામે છે. માંસ, દારૂ, શિકાર, ચેરી અને જુગાર એ બધાં કુવ્યસનોથી ચેતી દૂર રહેનાર જ સુખી થઈ શકે છે.
લેશ, કુસંપ, વેરવિરોધાદિકથી સઘળે આ ભવ તેમજ પરભવમાં દુઃખની પરંપરા ચાલ્યા કરે છે. સુલેહ શાન્તિથી જ સુખ સંભવે છે.
લેભ-તૃષ્ણા તજ્યા વગર ખરું સુખ મળતું નથી. ખરી સંતોષવૃત્તિથી જ ખરૂં સુખ મળે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૩૮, પૃ. ૧૧૧]