________________
[૬૮]
શ્રી કરવિજયજી છે. જેનું મન કામ, ક્રોધ, લોભ, મસરથી મલિન થયેલ છે તે જળવતી બાહ્ય સ્નાન કરવા માત્રથી પવિત્ર ન થઈ શકે. ધનની વૃદ્ધિ-અતિભ-તૃષ્ણા-તેનો ત્યાગ કરવાથી શૌચધર્મ આત્મામાં પ્રગટ થાય છે. પરિગ્રહની મમતા છોડી, વિષયલાલસા તજી બાહ્યાભંતર તપમાર્ગમાં પ્રવર્તન કરવું તે શોચધર્મ છે, બ્રહ્મચર્યનું પાલન કરવું તે પણ શોચધર્મ છે, આઠ જાતના મદ દૂર કરી વિનયવાન થવું તે શોચધર્મ છે, વીતરાગ સર્વપ્રણીત પરમાગમને અનુભવ થવાથી અંતરંગ કષાય દૂર થવા પામે છે, તેથી શૌચ ધર્મ પ્રાપ્ત થાય છે. યથાર્થ પવિત્રતા યા આત્માની ઉજજ્વળતા કષાય દૂર થવાથી થાય છે.
પાપથી અંત:કરણ મલિન થવા ન દેવું તે શોચધર્મ છે. જે કઈ સમભાવ–સંતેષ–ભાવરૂપ જળવડે તીવ્ર તૃષ્ણારૂપી મેલને દેવે છે તથા ભેજનમાં અતિ લાલસા તજી સામ્યભાવ આદરે છે, તે ઉત્તમ શોચધર્મવાન છે. અશુભ વાસનાઓને દૂર કરી આત્માને પવિત્ર કરો, એ મોક્ષમાર્ગ છે, એ મોક્ષદાતા છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૪૦૬ ]
ઉત્તમ સંયમધર્મ ઈન્દ્રિયે, મન અને કષાયભાવને અંકુશમાં રાખવાં તે સંયમ ધર્મ છે. જીવહિંસાથી દૂર રહી અહિંસામય વર્તન રાખવું, હિત, મિત, પ્રિય વચન બોલવાં, પરધનની વાંછાને ત્યાગ, કુશીલને ત્યાગ અને પરિગ્રહનો ત્યાગ એ પાંચ વ્રતે દઢતાપૂર્વક ધારવાં તથા પાંચ સમિતિ પાળવી તે સંયમ છે. પાંચ સમિતિનું સ્વરૂપ આ પ્રમાણે સમજી રાખવાનું છે. જતાંઆવતાં જીવવિરાધના ન થાય તેમ યતના પૂર્વક ચાલવું તે ઇસમિતિ છે. વચનની શુદ્ધતા રાખવી તે ભાષાસમિતિ