________________
૬. ક્રોધાદિક ચાર કષાય કરવાથી. ૭. કેઈનાં પર જૂઠા આળ મૂકવાથી. ૮. પારકી નિંદા કરવાથી ૯. ચાડી ખાવાથી. ૧૦. જુગાર રમવાથી. ૧૧. કલેશ-કંકાસ કરવાથી. ૧૨. માયા-કપટ યુક્ત કરણ કરવાથી.
એ પ્રમાણે પાપ કર્મ બંધાય તેવા ઘણાં કારણે છે. તે બધાને અઢાર પાપસ્થાનકમાં સમાવેશ થવા પામે છે અને તે વર્ષ છે. પાપ કર્મથી પ્રાણું દુઃખી થાય છે અને નરક તિર્યંચાદિક દુર્ગતિ પામે છે, તેથી પાપ કર્મ ન બંધાય અને સુખી થવાય તેવાં પુણ્ય કર્મ કરવાં.
પાપ કર્મ વિષે નઠારા વિચારે સદા ચિત્ત ધારે, મૃષાવાદ બેલે ગમે તે પ્રકારે; બૂરી દાનતે પારકી ચીજ લેવા, ધરાવે હરામીપણે નીચ હેવા અનીતિ કરી સંગ્રહે દ્રવ્ય પતે, જુવે છિદ્ર છાનાં જૂઠાં આળ ગોતે; કરી કલેશ-કંકાસ નિંદા દુઃખાવે, બની ચાડીયા ફંદમાંહે ફસાવે. જુગાર રમી ભેગવે અન્ય નારી, રિબાવી કરે જીવહિંસા જ ભારી; અધમ બની ધર્મને દંભ રાખે, પ્રભુ સર્વતે પાપના કર્મ ભાખે.
પુણ્ય કર્મથી સુખ અને પાપ કર્મથી દુઃખ મળે છે તે વચને પરમાત્માનાં છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૫, પૃ. ૨૭]