________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૩૫ ] થયેલો જણાવે છે. જ્યોતિષીઓ ગ્રહ ગણાદિ નિમિત્તને દેષ જણાવે છે અને મંત્રવાદીઓ ભૂત-પિશાચકૃત ઉપદ્રવ જણાવે છે પરંતુ શુદ્ધમતિવાળા સાધુજને તે તેને કર્મોદયરૂપ નિમિત્ત જ કહે છે.
૧૦. જે રસિકજનો શાસ્ત્રોક્ત સુભાષિત અમૃત રસોવડે કાનને સદા પવિત્ર કરતા રહે છે, તેમના જન્મ ને જીવિત સફળ છે, તેમનાવડે જ આ ભૂમિ ભૂષિત છે; બાકી પશુ પેઠે વિવેકવિકળ અને પૃથ્વીને ભારભૂત એવા મુગ્ધ અવિવેકી જાવડે શું ?
૧૧. નિ:સ્પૃહીને કેઈની આશા નહીં હોવાથી તે સારા જગતથી ઉદાસીન બને છે.
૧૨. જીવવા છતાં પાંચ પ્રકારના માણસોને વ્યાસજીએ મૃતપ્રાય કહ્યા છે. (૧) દરિદ્રી-નિર્ધન (૨) રાગી-વ્યાધિગ્રસ્ત (૩) મૂઢ-વિવેકહીન (૪) સદા પ્રવાસી અને (૫) નિત્ય પરાઈ નેકરી કરી જીવિત ગાળનાર.
૧૩. અતિ લોભીને માથે કાળચકે ભમે છે તે વાત મોહમાયાવશ જ ભૂલી જાય છે.
૧૪. માયા-કપટ, નિર્દયતા, ચંચળતા ને કુશીલતા એવા દોષ જેનામાં સ્વાભાવિક જ હોય છે તેવી સ્ત્રીઓમાં રમણકામચેષ્ટાદિક કોણ સુજ્ઞ કરે ?
૧૫. મર્મમાં વાગે એવું વચન, નોકર ઉપર વિશ્વાસ, વજને સાથે કલેશ, મૂખની સાથે સંગત અને બળિયા સાથે બા, એ પાંચ અનર્થકારી છે.