________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૧ ] યુક્ત ઉતારવામાં સગણું પુન્ય, ચંદનાદિક શીતળ દ્રવ્યથી વિલેપન કરવામાં હજારગણું, વિધિયુકત જયણાથી ગૂંથેલી પુષ્પમાળા કઠે આરોપવામાં લક્ષગણું અને ગીત વાજિંત્રયુક્ત સંગીત પૂજા એકતાનથી કરતાં અનંતગણું પુન્યફળ ઉપાર્જન થાય છે.
વીતરાગનું ધ્યાનસ્મરણ–રાગ-દ્વેષ–મોહથી સર્વથા મુક્ત થયેલા શ્રી વીતરાગનું ધ્યાનસ્મરણ કરનાર વીતરાગદશાને પામી શકે છે. જેમ ભમરીના ડંસથી તેનું જ ધ્યાને કરનારી ઈયળ ભમરી બની જાય છે.
પ્રભુપૂજાને પ્રભાવ–પિતાની યોગ્યતા અનુસાર પ્રભુની દ્રવ્ય-ભાવપૂજા કરનાર ભાવિકજને સ્વર્ગાદિ સંપદા ને મેક્ષલક્ષમી પામી શકે છે. ગૃહસ્થ દ્રવ્યપૂજાના અને સંયમી સાધુઓ ભાવપૂજાના અધિકારી કહ્યા છે. દ્રવ્યપૂજાથી પાપ-મળ ટળી અનુક્રમે ભાવપૂજાને લાયક બને છે, એમ સમજીને તેને યથા
ગ્ય લાભ લેઉપેક્ષા કરવી નહીં. દ્રવ્યપૂજામાં અંગ, મનશુદ્ધિ પ્રમુખ સાતે શુદ્ધિને બરાબર ખપ કરે અને ભક્તિભર ઉલ્લસિત ભાવે બને તેટલી નિષ્કામ સેવા કરવી.
કરણી એવી પાર ઉતરણું–વિવિધ તપ-નિયમગે મોક્ષપ્રાપ્તિ, અભય–અનુકંપાદિ દાનવડે સ્વર્ગાદિકના ઉત્તમ સુખ–ભેગની પ્રાપ્તિ, દેવાચનવડે રાજ્યાદિકની પ્રાપ્તિ અને અનશન આરાધનવડે ઈન્દ્રપણાની પ્રાપ્તિ થાય છે. ધર્મ-શાસનની નિષ્કામ સેવાભક્તિયેગે જીવ જલ્દી કર્મથી મુક્ત થવા પામે છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૪, પૃ. ૭૮]