________________
[૩૦૨ ]
શ્રી કપૂરવિજયજી એમ સામાન્ય રીતે કર્મ આગમન નિદાનરૂપ આવો પ્રરૂપ્યા. હવે વિશેષ જ્ઞાનાવરણયાદિ કર્મ સંબંધી–આવો સંબંધી વર્ણન કરે છે. (જ્ઞાન-જ્ઞાની પ્રત્યે) પ્રષિ, અ૫લાપ* મચ્છર,+ (ભાત પાણીનો ) અંતરાય, અવિનયાદિ આશાતના અને ઉપઘાત (મારણદિ) એ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના આશ્રવ સમજવા. (અર્થાત્ જ્ઞાનીને પ્રષ, અપલાપાદિ કરવાથી ઉક્ત બંને કર્મ બંધાય છે.) દેવપૂજા, ગુરુભકિત, સરાગ સંજમ, દેશવિરતિ સંજમ, પાત્રદાન, દયા, ક્ષમા, બાળ (અજ્ઞાન) તપ અને અકામ નિર્જરાથી શાતાવેદનીયના કર્મ બંધાય છે, તેથી ઉક્ત દેવપૂજાદિક શાતા વેદનીયના આશ્રવ લેખાય. દુઃખ, શક, સંતાપ, આકંદન, વધ અને અફસોસ (સ્વ પર ઉભય સંબંધી) એ બધાય અશાતા વેદનીય કર્મના આશ્રવ જાણવા. અપ્રમાર્જિત પ્રદેશમાં શરીર, ઉપકરણાદિ મૂકવાથી અનાભોગપ્રત્યયિકી, ૧૯, ઈપરલોક વિરુદ્ધ કાર્યના સેવનથી અનવકાંક્ષ પ્રત્યવિકી ૨૦, મન, વચન, કાયાવડે સાવદ્ય કાર્ય કરવાથી પ્રાયોગિકી ૨૧, આઠે પ્રકારના કર્મ સમકાળે બાંધવાથી સમાદાનિકી ૨૨, માયાભનિશ્રિત અથવા રાગોત્પાદક વચન બોલવાથી પ્રેમીકી, ૨૩, ક્રોધમાનનિશ્રિત અથવા કોઈની ઉપર દ્વેષ કરવાથી પ્રેષિકી ૨૪, અકષાયી એવા ઉપશાંતમહાદિકને માત્ર બે સમયની સ્થિતિમાં કર્મ માત્ર કાયયોગ વડે જે બંધાય તે અર્યાપથિકી ૨૫. - ૪ જ્ઞાની ગુરુ વિગેરેનું નામ ગોપવવું-ઢાંકવું-પ્રકાશવું નહિં તે. - + તેમને ગુણગોરવ સહી ન શકાય છે, તેમની પૂજા-ભક્તિ થતી જોઇને મનમાં ખેદ ધરી બળવું તે. * * ક્ષુધા, તૃષા, વધ, બંધનાદિકવડે ઈછા વગર જે કર્મ નિર્જરા