________________
[૨૦]
શ્રી કરવિજયજી શ્રી ચિદાનંદજીકૃત દયાછત્રીશીનું રહસ્ય. ૧ પરમ મનોહર, જ્ઞાનરસભીનાં સુગંધી–સુવાસિત એવા શ્રી ગુરુદેવના ચરણકમળમાં ચિદાનંદી મન-ભંગ સદા લીન રહે છે.
૨ કલ્પવૃક્ષ અને ચિન્તામણિરત્નને પ્રત્યક્ષ અનુભવી જુઓ. સદગુરુ સમાન આ સંસારથી ઉદ્ધરનાર ઉપગારી બીજા કેઈ નથી.
૩ ઉપર વર્ણવેલા કલ્પવૃક્ષ અને ચિન્તામણિ રત્ન, પ્રત્યક્ષ વાંછિત ફળ આપે છે ખરા પરંતુ મોક્ષફળ સદગુરુ વિના બીજે કઈ દઈ શકે નહીં.
૪ એક જીભથી સદ્દગુરુનો મહિમા કેમ કરીને કહી શકાય? અરે! શેષનાગ પોતાના સહસ્ત્ર મુખથી પણ તેમનું વર્ણન પૂરું કરી શક્તા નથી.
૫ ગુરુદેવ શ્રેષ્ઠ છત્રીશ ગુવડે શોભિત–અલંકૃત હાય. છે, તેમની સેવા-ભક્તિ હે ભવ્ય જન ! તમે ત્રિકરણગથી સદાય કરો.
૬ જેમ ચકરી ઉદય પામેલા ચંદ્રને નિરખી દિલમાં ખુશી ખુશી થાય છે તેમ હૈયે આનંદ ધરીને તમે ગુરુની સાથે સદા પ્રીતિ કરો,
૭ જેમ મેઘને ગરવ સાંભળી મોર ખુશ ખુશ થઈ જાય છે તેમ સગરુની હિતવાણું સાંભળી દિલમાં ખૂબ સુખસંતેષ ઉપજે છે.
૮ શ્રી ગુરુકૃપાથી હું દયા છત્રીશીની રચના કરું છું. દયા ધર્મ જગતમાં પરમ અનપમ સાધન છે. એના આરાધનથી સુખે સંસારને પાર પમાય છે.