________________
લેખ સંગ્રહ : ૮
[ ૨૪૭ ] ૧૯ સુશીલતા સેવતા રહી સ્વવીર્થનું સંરક્ષણ કરો. ૨૦ મૂચ્છો-મમતા તજી બને તેટલી સંતોષવૃત્તિ ધારશે. ૨૧ ક્ષમાગુણને આદરી–ફોધ કષાયને બાળતા રહે. ૨૨ વિનય-નમ્રતા આદરી અહંકારથી દૂર રહે. ૨૩ સરલતા આદરી માયા-કપટવૃત્તિથી વેગળા રહો. ૨૪ સંતોષવૃત્તિનું સેવન કરતા રહી લેભ-તૃણાને તજે. ૨૫ સમતાવૃત્તિને આદરી રાગદ્વેષને પરાજય કરે. ૨૬ કલેશ-કંકાસથી દૂર રહી સુખ-શાંતિને પ્રાપ્ત કરી. ૨૭ કેઈને અછતું આળ ઓઢાડવાના મહાપાપથી વિરમે.
૨૮ પ્રાપ્ત સુખ-દુઃખમાં હર્ષ–ખેદ કર્યા વગર ભવિષ્ય સુધરે તેમ વર્તે.
૨૯ પરનિંદાના મહાપાપથી સદંતર દૂર રહેવા સદા લક્ષય રાખે. ૩૦ જેવું બોલે તેવું પાળવા ગમે તેટલે આત્મભેગ આપે.
૩૧ બને તેટલો પાપને બોજો હળવે કરી આત્માને હળ કરે. અને એમ કરીને અનુક્રમે આત્માને વિશુદ્ધ કરો. તેમજ ગંભીરતા, ઉદારતા, કૃતજ્ઞતા, દયાળુતા, લજજાળુતા, લોકપ્રિયતા, સૌમ્યતા, મધ્યસ્થતા, ગુણરાગીતા, સત્યપ્રિયતા, દીર્ધદશિતા, પરોપકારશીલતા, વિનયતા ને કાર્યદક્ષતાદિક સદ્દગુણેને દ્રઢ અભ્યાસવર્ડ સેવતાં ધર્મરત્નની પ્રાપ્તિ થશે.
૩૨ શુદ્ધ સમકિતાદિકની સેવા કરનારા, વીતરાગ પ્રભુએ બતાવેલા માર્ગને દઢતાથી અનુસરી, માર્ગાનુસારી જરૂરી બને છે.
૩૩ પતે નિર્મળ બુદ્ધિબળથી શુદ્ધ આત્મતત્વને નિર્ણય કરીને, યથાયોગ્ય તપ ૫ સંયમવડે દેહદમન કરીને, તુછ-અસાર વસ્તુને રાગ-મોહ ઉતારી, દઢ વૈરાગ્યવડે શુદ્ધ