________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૨૪૩ ] ૨ તેવા કોઈપણ સમ વિષમ પ્રસંગે તુચ્છ ધાનવૃત્તિ નહિ આદરતાં ઉત્તમ સિંહવૃત્તિ સેવવી જોઈએ.
૩ શ્વાન જેમ પત્થર કે લાકડી મારનારને કરડવાને બદલે તે પત્થર કે લાકડીને જ કરવા દે છે, તેમ કાયર માણસો કૃતકર્મ યેગે પ્રાપ્ત થતાં સુખ-દુઃખમાં જ મગ્ન બની હર્ષ શેક કરીને ભવભ્રમણમાં વધારો કરતા રહે છે તે જાનવૃત્તિ કહેવાય છે. એવી તુછ ધાનવૃત્તિ તજી દઈ સિંહ જેવી શૂરવીર વૃત્તિ સેવનારા ઉત્તમ જને પૂર્વકૃત કર્મયેગે પ્રાપ્ત થતાં સુખદુઃખમાં મગ્ન થઈ હર્ષ શાક નહિ કરતાં તેથી અલિપ્ત રહી, સુખદુઃખના મૂળ કારણ સિંહની જેમ શોધીને સ્વઈષ્ટસિદ્ધિ કરે છે. સહજ સુખપ્રાપ્તિને એ જ ઈષ્ટ ઉપાય છે.
૪ આપણે પુણિયા શ્રાવકની પ્રશંસા શા માટે કરીએ છીએ? અને મમ્મણશેઠ જેવા કુપણ ને લેભાંધ જનોનું નામ લેતાં કેમ સંકોચ પામીએ છીએ? તેનું ખરૂં કારણ તપાસી જતાં પુણિયાની ભારે સંતોષવૃત્તિ અને મમ્મણશેઠની ભારે લેભાધવૃત્તિ જ તરી આવે છે. તેમાંથી પ્રથમની વૃત્તિ વિવેકપૂર્વક આદરવા યોગ્ય છે અને બીજી વૃત્તિ તજવા ગ્ય છે.
૫ લેતૃષ્ણ સર્વ દુઃખનું મૂળ છે, ને સંતેષની પ્રાપ્તિ માં જ ખરૂં સુખ રહેલું છે. એવો અનુભવ થયે તૃષ્ણા તજી પ્રાસંતોષી થઈ શકાશે.
૬ અને ગમે તેવી લાલચથી સહેજે દૂર રહી શકાશે.
૭ અસંતોષીને તે ચક્રવતીના જેવું રાજ્ય સાંપડે તોપણ ઓછું પડે.