________________
( ૨૩૦ }
શ્રી કરવિજયજી સદવર્તનશાળી અધ્યાપકે-પાઠકે તરફથી યથાઅધિકાર વિદ્યાથીવર્ગને તેમજ સામાન્ય જનોને ભેદ કે સંકોચ વગર મળી શકતી, તેથી સહ પિતાનાં વ્યવહારિક ને પારમાર્થિક કર્તવ્યેન દિશા સારી રીતે સમજી લઈ શ્રદ્ધા સહિત તેનો યથાયોગ્ય આદર કરવા તત્પર રહેતા અને ધર્મવ્યવસ્થા તથા સમાજવ્યવસ્થા સારી રીતે સચવાઈ રહેતી, એટલું જ નહીં પણ તે એકબીજાને વાસ્તવિક રીતે મદદરૂપ પણ બનતી. અત્યારે લગભગ એથી ઊલટું ભાન થવા પામે છે. ધર્મનો મૂળ આધાર રૂપ વિનય-નમ્રતા-સભ્યતા લગભગ અદશ્ય થઈ ગયેલ લાગે છે. સ્વાર્થધતા જ્યાં ત્યાં છવાઈ ગયેલી દીસે છે કે વિરલ, સભાગી ને સંતોષી જનોમાં જ નિ:સ્વાર્થવૃત્તિ સાથે કર્ત.
વ્યપરાયણતાએ દઢ વાસ કર્યો હોય છે. ખરી રીતે તેવા મનુષ્યરત્નો જ કહીનૂરની જેમ ચમકીને તરી આવે છે અને અન્ય સાચા દિલના સત્ય ગષકોને ખરેખરો પ્રકાશ આપી માગ દર્શક બને છે; પરંતુ આવાં અમૂલ્ય રત્નોની કિંમત-કદર સાચા ગુણરાગી ને ગુણગ્રાહી થોડાક ઝવેરીઓને જ હોય છે. તે ગુરુ ઝવેરીઓ તેમના સદગુણને પ્રશસે છે ને તેમનું મહત્વ દુનિયા માં વિસ્તરે એવું કંઈક કરે છે. બાકી બીજા મોટા ભાગમાં તો જડવાદના જાલીમ સંસર્ગથી મિથ્યાભિમાન, કૃત્રિમતા થા ખોટા ડોળ વિશેષ પ્રમાણમાં હોઈ, તેઓને પોતાના ખરા કર્તવ્યનું યથાર્થ ભાન જ ઓછું હોય છે, તો પછી સુશ્રદ્ધા અને ચિ સહિત ખરા કર્તવય–ધર્મના પાલનનું તો કહેવું જ શું? તેવા સ્વાર્થી, મિથ્યાભિમાનીઓની પ્રજા કેવી પાકે એ ક૯પી શકાય એવું છે. ધર્મ રક્ષતિ રક્ષિતઃ' એ વાક્ય ભારે અર્થગંભીર હોઈ દરેક આર્યસંતાને હૃદયમાં કરી રાખવું