________________
લેખ સંગ્રહ : ૮ :
મીઠી લાગશે અને નકામી વાત કડવી ઝેર જેવી લાગશે ત્યારે જ જીવનનું કલ્યાણ થશે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૩, ૫. ૪૨૮]
સંવર ભાવના. આશ્રવથી ઊલટો શબ્દ સંવર છે. આશ્રવનો નિરોધ કરવાથી સંવરનો લાભ મળે છે, એટલે પાપરૂપ આશ્રવને આવવાનાં ગરનાળાં સમાન જે ૫૭ આશ્રવદ્વારા તેને સર્વથા રોકવાં એટલે નવાં આવતાં કર્મના સમૂહને અટકાવવા તે સંવર જાણ. સમુદ્રમાં રહેલી નાવને છિદ્ર પડયું હોય તે પાણી અંદર ભરાય ને નાવ બૂડી જાય, પણ છિદ્રને બંધ કરી દીધું હોય તો તેમાં પાણી આવતું નથી અને નાવ બુડતી પણ નથી તેમ પાપ આશ્રવને આવવાનાં બનાળને રોકવાથી નવાં કર્મ આવતાં બંધ થાય છે. તે આવી રીતે–સમ્યગદર્શન(સમકિતીથી મિથ્યાત્વ આશ્રવ બંધ થાય છે, પાંચ ઈન્દ્રિયો અને મનને રોકવાથી ઇન્દ્રિયો અને મનદ્વારા થતા આશ્રવ બંધ થાય છે, છકાય જીવના ઘાત કરવાવાળા આરંભના ત્યાગથી તથા અવિરતિરૂપ કર્મ આવવાના દ્વાર રોકવાથી વિરતિરૂપ સંવર થાય છે. આત્માને ખાસ અહિતકર તે તે પાપ–આશ્રવને બરાબર સમજીને તજવાથી અને આગળ બતાવાશે તેવા દોષોને ત્યાગ કરી સદગુણોનું સેવન કરતાં રહેવાથી સહેજે સંવરને લાભ મળે છે. સોળ કષાય અને તેના સહચારી નવ કષાય પિતે છતી દશ લક્ષણયુક્ત યતિધર્મને ધારણ કરવાથી સર્વવિરતિરૂપ સંવર થાય છે.