________________
[ ૨૧૪ ]
શ્રી કર્ખરવિજયજી પરંતુ વિદેશી વિદેશમાં નિપજતું) કેશર કઈક જાતના ખરાબ મિશ્રણાવાળું હોવાનું જૈન ધર્મ પ્રકાશના ભાદ્રપદ ને આસોના અંકમાં સત્તાવાર જણાવેલું હોઈ કેવળ અંધશ્રદ્ધાથી તે વાપરવું ઘટતું નથી. શુદ્ધ કેશર અમુક સ્થળે જ ( કાશમીરમાં) પેદા થતું જણાય છે, તે પણ અલ્પ પ્રમાણમાં થતું હોવાથી આજકાલની જેમ છૂટથી વાપરી શકાય નહીં. તેમાં પણ વિવિધ જાતનાં મિશ્રણે પાછળથી થતાં સંભળાય છે. વળી બીજાં બનાવટી હલકાં કેશર પણ પુષ્કળ આયાત થાય છે. કાશ્મીર દેશમાં તેની મૂળ ઉત્પત્તિને અંગે કેશરનું કાશમીર નામ સુપ્રસિદ્ધ છે. આજકાલ ગમે તેવી સારી ને ચોખ્ખી વસ્તુમાં પણ સ્વાર્થવશ હરામી લેક ગોટાળો ( સેળભેળ ) કરતાં ડરતાં નથી, એ આપણા સહુના અનુભવની વાત છે, તેમ છતાં એવી સેળભેળવાળી વસ્તુ વાપરવાનો આગ્રહ શામાટે રખાય છે ? પ્રથમના વખતમાં પૂરા પૈસા ખર્ચતાં જોઈએ એ
ખે માલ ખાત્રીબંધ મેળવી શકાતો, તે પ્રબંધ કરવા અત્યારે આપણે તૈયાર નથી, તેમ છતાં નકામો કેળાહળ કરવા તે ઘણાએક તૈયાર થાય છે એનો અર્થ શો ? જ્યાં ત્યાં શાસ્ત્રોમાં પ્રભુપૂજા પ્રસંગે ચંદન પૂજાની મુખ્યતા જણાવવામાં આવી છે, તેવા શ્રેષ્ઠ ચંદનવતી ભાવિક આત્મા પ્રભુની વિલેપન પૂજા કરી, સ્વઆત્માને શીતળ કરી શકે છે. કેશર જેવા સુગંધી પદાર્થ બુદ્ધ સ્વદેશી ખાત્રીબંધ મળી શકે તે ગ્ય પ્રમાણમાં તે વાપરવા દેવા કેઈ મના કરતું નથી, પરંતુ તેવા પદાર્થો શુદ્ધ સ્વદેશી હવા સંબંધે કશો ભરોસો જ ન હોય, ત્યારે ચંદન જેવા શીતળ શુદ્ધ સ્વદેશી વસ્તુવતી જ વિલેપન પૂજાને લાભ શાસ્ત્રનીતિ મુજબ લે બેટે નથી જ.