________________
સ્વજીવનની સફળતા કેમ થાય?
જાણે તેટલું વિવેકથી આચરે અને બે તેટલું પાળે
૧. આપણે જાણીએ તેટલું વિવેકથી આદરવા અને બોલીયે તેટલું પાળવા સાવધાન રહીએ તે સ્વપરહિતમાં કેટલો બધે વધારો થાય ?
૨. ડહાપણભરી દયાથી સહુ કોઈને આપણા આત્મા તુલ્ય લેખી સર્વ સાથે પરમ મૈત્રીભાવ રાખવો. દુઃખી જને પ્રત્યે અનુકંપા બુદ્ધિ રાખવી, સદ્દગુણ જને પ્રત્યે પ્રમોદપ્રસન્ન ભાવ રાખવો અને દુષ્ટ, દુબુદ્ધિ, પાપી, નિંદક જને પ્રત્યે પણ રાગ-દ્વેષ નહીં કરતાં ઉદાસીનતા રાખી અંદરથી સહુ કેઈનું એકાન્ત હિત ઈચ્છવું અને બને તેટલું સ્વપરહિત કરવું, એ શુદ્ધ અહિંસક ભાવ હૃદયમાં જાગૃત રાખવાથી સર્વત્ર કેટલી બધી શાન્તિ વધે અને અશાન્તિ–વૈરવિરોધાદિક દર ટળે? આવા સદબુદ્ધિભર્યા વ્યાપારથી સ્વપરને કેટલે બધા ફાયદો થવા પામે ?
૩. ગમે તેવે આકરો શસ્ત્રાદિકને ઘા ઉપાયવડે રૂઝાય છે પરંતુ કઠેર વચનરૂપી ઘા તે કેમે કરી રૂઝાતે નથી અને મરણ પર્યત સાલ્યા કરે છે, એમ નિશ્ચયપૂર્વક સમજી રાખી, સામાને પ્રિય લાગે અને હિતરૂપ થવાય એવું જ સમયેચિત સત્ય વચન બોલવાની ટેવ પાડવાથી કેટલા બધા લાભ થવા પામે, અનર્થ થતા અટકે અને સુખ-શાન્તિ સચવાય?