________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૬૩ ] ૩૭ આત્માથી જીએ ચઢતાના દાખલા જ લેવા પડતાના લેવામાં સાર નથી. , ૩૮ જેમાં પાછળ દુઃખ રહેલું હોય તેને ખરી રીતે સુજ્ઞજને સુખ લેખવતા નથી.
૩૯ વૈરીનું પણ દુઃખ દેખી રાજી ન થવું, પણ બની શકે તો તે ટાળવા પ્રયત્ન સેવ.
૪જેમ સારા વૈદ્યના કહેવા પ્રમાણે પચ્ચ સાથે ઔષધ સેવન કરવાથી જલદી રોગને અંત આવે છે તેમ વિનય બહુમાનપૂર્વક સદગુરુનાં એકાંત હિતવચનેને અનુસરવાથી જન્મમરણરૂપ ભાવ-વ્યાધિઓને જદી અંત આવે છે.
૪૧ અંત:કરણથી સર્વે પ્રાણી ઉપર અનુકંપા, વિનય, બહુમાનપૂર્વક સદ્દગુરુની સેવા અને શુદ્ધ મન-વચન-કાયાથી શીલવ્રતનું પાલન કરવામાં તત્પરતા-એ ત્રણે આત્માની ઉન્નતિમાં ભારે સહાયક બને છે.
૪૨ શીલવતની રક્ષા માટે નવ વાડે વખાણું છે તે સારી રીતે સમજી રાખવી.
૪૩ મનમાં નબળા-હીણા–સંકલપ કરવાથી ધાતુ વિષમ થવા પામે છે. ધાતુ વિષમ થવાથી તેની ખરાબ અસર શરીર ઉપર થાય છે તેથી તેનાથી ચેતતા રહેવું જોઈએ.
૪૪ મન જેટલું સવળું એટલું સહાયક અને અવળું તેટલું વિઘાતક સમજવું.
૪૫ ઉન્મત્ત સ્ત્રી-પુરુષને પાશમાં ન અવાય તેમ ચેતીને