________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૫૯ ] બેધદાયક વાક્યો. ૧ પુરૂષમાં શિરોમણિ તે જ કે જે ધર્મનું ભલીભાતે આરાધન કરવા ન ચૂકે.
૨ દરેક ધર્મક્રિયામાં શુભ ભાવનારૂપ અમૃતનું સિંચન કરતા રહેવાથી તે યથાર્થ ફળદાયક થશે.
૩ સર્પ જેમ કાંચળી છોડી દેવા માત્રથી નિર્વિષ થતો નથી તેમ બાહા પરિગ્રહનો ત્યાગ માત્ર અંતરની મમતા મટ્યા વગર કલ્યાણસાધક થઈ શકતો નથી.
૪ જ્યાં સુધી ધર્મ અસ્થિમજામાં કહે કે અંતરમાં સ્પર્યો નથી ત્યાં સુધી તેને યથાર્થ સ્વાદ–અનુભવ આવી શકતો નથી.
૫ શું મધુર અને કોમળ વચન વૈરીના અંતરને પણ ભેદી નથી શકતા?
૬ અપરાધ કર્યા છતાં પણ કેપે નહીં એવા પુરુષો દુનિયામાં કોઈ વિરલા હોય છે.
૭ દષ્ટિરાગ તજી ગુણાનુરાગી થઈ રહેવામાં જ ખરું હિત રહેલું છે.
૮ જસ-કીતિના લેભી થવા કરતાં આત્મહિત સંભાળી રાખવાથી જ ખરે લાભ છે.
૯ પાપથી ડરી, નીડરપણે સત્ય માર્ગે ચાલવાથી જ આ મહિત સધાશે.
૧૦ ક્રોધને ટાળવા ક્ષમા-સમતા-મસહિષ્ણુતાનું ઠીક સેવન કરવું ઘટે.