________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૩૩ ] ૩ સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ સત્તાધનસેવન વડે (કરણ). ૪ સ્વરૂપ રમણતારૂપ શુદ્ધ નિજ આત્મલાભ પામવા અને
વિકસાવવા માટે. ( સંપ્રદાન ). છે અનાદિકાળથી સુવર્ણ–પાષાણુ ન્યાયે આત્મામાં સંચિત થઈ રહેલા પાપમળરૂપ અશુદ્ધ ભાવને પુરુષાતનથી દૂર કર.'
( અપાદાન છે. ૬ પ્રત્યેક આત્મામાં સત્તા-શક્તિરૂપે વિદ્યમાન છતાં કર્મમળથી આછાદિત થઈ ઢંકાઈ રહેલ અનંત જ્ઞાનાદિ ગુણરૂપ નિજ સહજ સમૃદ્ધિને તથાવિધ ભવ્યત્વપરિપાકાદિક પાંચ કારણો વેગ પામીને પ્રગટ કરે છે (આધાર-અધિકરણ)
રહસ્ય-એ રીતે આત્માના છ કારકોનો સમન્વય– સહયોગ જે મેક્ષગામી મહાત્મા યથાર્થ સાધીને આત્મામાં અનાદિ કાળથી એકઠા થયેલા સર્વ પાપમળ( કમેકચરા )ને, તથાવિધ શુદ્ધ પરિણામરૂપ પુરુષાતનવડે, પરમાત્મ ભાવ પ્રગટ કરવાના એક અનન્ય લક્ષને સાધી, સર્વથા દૂર કરે છે તે જ મહાનુભાવી વિવેકામાં તેમાં સંપૂર્ણ જય મેળવી, અક્ષય-અવિનાશી નિજ સત્તાગત શુદ્ધ સ્વરૂપને પ્રગટ કરી, સહજ સ્વાભાવિક અનંત અવ્યાબાધ સુખમાં મહાલ્યા કરે છે.
વિક–સરાણુથી સજજ(ઉત્તેજિત) કરેલ નિર્મળ પરિણામની ધારવાળું સંયમરૂપી અમોઘ શસ્ત્ર ધારણ કરી, જે મુનીશ્વર પ્રમાદ રહિત સાવધાનપણે વતે છે તે સુખેથી કર્મ શત્રુને વિદારી શકે છે. સદ્વિવેકવડે જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ને ભાવાદિકને સારી રીતે સમજી, સંયમમાર્ગ યથાર્થ આરાધી