________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૨૭ ] ૮. તેથી સુદુર્લભ સંવરાદિક પામી, પ્રમાદાચરણથી તેને વિનાશ નહીં કરો જેથી ભવાન્તરમાં સુલભબેધાદિક સહેજે પ્રાપ્ત થઈ શકે છે. [જૈ. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૪]
આત્માથી જનોએ ભાવવા યોગ્ય દ્વાદશ ભાવનાનું
સંક્ષિપ્ત સ્વરૂપ. અનિત્ય, અશરણ, એકત્વ, અન્યત્વ, અશુચિવ, સંસાર, આશ્રવ, સંવર, નિર્જરા, લકસ્વરૂપ, સદ્ધર્મસ્વરૂપચિન્તન અને સમ્યકત્વ-બધિદુર્લભતા એ વિશુદ્ધ દ્વાદશ ભાવના કહી છે.
૧ ઈષ્ટજન સંગ, સમૃદ્ધિયુક્ત વિષયસુખસંપદા તથા આરોગ્ય, દેહ, યૌવન અને જીવિત એ સર્વે અનિત્ય છે.
૨ જન્મ, જરા અને મરણના ભયથી વ્યાસ અને વ્યાધિવેદનાથી ગ્રસ્ત એવા લેકને વિષે શ્રી જિનેશ્વર ભગવાનના વચનથી અન્યત્ર કયાંય શરણુ નથી.
૩ સંસારચક્રમાં ફરતાં એકલા આત્માને જન્મમરણ કરવાં પડે છે અને શુભાશુભ ગતિમાં જવું પડે છે, તેથી આત્માએ એકલા પોતે જ પોતાનું અક્ષય આત્મહિત સાધી લેવું યુક્ત છે.
૪ હું સ્વજનથી, પરિજનથી, વૈભવથી અને શરીરથી જુદ છું, એવી જેની નિશ્ચિત મતિ છે તેને શેકસંતાપ સંભવતો નથી.
૫ અશુચિથી ઉત્પન્ન થયેલા, અશુચિથી વૃદ્ધિ પામેલા અને અન્ય પવિત્ર વસ્તુને પણ અપવિત્ર કરનારા એવા દેહને અશુચિભાવ દરેક સ્થાને ચિન્તવવા યોગ્ય છે.