________________
લેખ સંગ્રહ : ૮ :
| [ ૧૨૫ ] નથી, જેમ સેલગસૂરિને પથક મુનિએ ઠેકાણે આયાં તેમ, ઠેકાણે આણે છે-સંયમમાર્ગમાં સ્થાપિત કરે છે.
સેલગરિ એકદા રોગગ્રસ્ત થયાથી સ્વપુત્રના આગ્રહ યોગે ઔષધ ઉપચાર કરાવવા માટે સ્થાનમાં રહ્યા, અનુક્રમે રોગમુક્ત થયા, પરંતુ રસલુપતાદિક પ્રમાદથી અન્યત્ર વિહાર કરતા ન હતા. તેથી પાંથક મુનિ સિવાય સર્વ શિષ્ય અવસર સમજી અન્ય સ્થળે વિહાર કરી ગયા. પાંથક મુનિ ગુરુમહારાજની ઈચ્છાનુસાર સેવાચાકરી કરતા ગુરુની સાથે જ રહ્યા. એકદા પર્વદિવસે, ગુરુને વંદન કરતાં, પ્રમાદવશ થયેલા ગુરુને ઊંઘમાં અંતરાય થવાથી, રોષયુક્ત થઈ તેનું કારણ પૂછતાં, પાંચકે નમ્રતાપૂર્વક ક્ષમા માગી કહ્યું કે–આજે પર્વ દિવસે પ્રતિક્રમણ પ્રસંગે ખામણાં ખામતાં મેં આપનો ચરણસ્પર્શ કર્યો, તેમાં આપને અશાતા ઉપજાવી હેય તે માફ કરશે.” એવાં નમ્ર અને મિષ્ટ વચનથી પ્રસન્ન થઈ, ગુરુમહારાજ તરત ઠેકાણે આવી, સંયમમાં સાવધાન થઈ, પ્રમાદ તજી પાંથક સાથે અન્યત્ર વિહાર કરી ગયા. અનુક્રમે બીજા સર્વ શિષ્ય પણ આવી મળ્યા. યાવત્ શત્રુંજય ઉપર અનશન આદરી એક્ષપદ પામ્યા.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૫૩] કર્મની અકળ ગતિ. ૧. દશ દશ જણને પ્રતિબોધવાની લબ્ધિ-શક્તિવાળા નંદિષેણ મુનિ કર્મથી પણ છૂટી શક્યા નહિ.
૨. બદ્ધ, નિધન, નિકાચીત અને સ્પષ્ટ એવા અનેક પ્રકારન કર્મ–મળગે મલિન થયેલે આત્મા જાણતે છતો