________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૨૩ ] ૨ પ્રાણુત કષ્ટ પ્રાપ્ત થયે છતે સદોષ આહાર ગ્રહણ કરવારૂપ અપવાદ સેવાય; પરતુ શરીરે કંઈ પણ હરકત નહીં છતાં પ્રમાદશીલ થઈ, અપવાદ સેવવામાં આવે સંયમ શી રીતે જળવાય?
૩ શરીરમાં કંઈ વ્યાધિ પેદા થયેલ હોય તો આત્માથી સાધુએ વ્યાધિ મટાડવા ઔષધ-ઉપચાર કરવા નહીં, પરંતુ તે સહન કરી ન શકાય અથવા સ્વસંયમકરણમાં હાનિ પહોચતી હોય તો તેવા સાધુએ તેને યોગ્ય ઉપચાર (ઉપાય) પણ કરવો ઘટે.
૪ નિરંતર જેનશાસનની શોભા વધારનાર અને ચારિત્રમાર્ગને પાળવામાં ઉજમાળ એવા પ્રમાદરહિત સાધુની સેવાભક્તિ કરવામાં કોઈ રીતે આળસ-ઉપેક્ષા કરવી નહીં. સંતસાધુની સેવાભકિતથી શીઘ્ર કલ્યાણ સધાય છે.
૫ સંયમમાર્ગમાં શિથિલ છતાં વિશુદ્ધ પ્રરૂપણ કરનાર અધિક જ્ઞાનવંત સાધુની પણ સેવા હિતબુદ્ધિથી કરવી ઉચિત છે, તેમજ જૈન શાસનની લઘુતા થવા નહીં દેવા માટે પાસ
સ્થાદિકની પણ ઉચિત સેવા, માંદગી પ્રમુખ કારણે સુસાધુ પણ કરે છે. રોગાદિક પ્રસંગે અવસર ઉચિત વર્તવાનું કારણ એવું છે કે અન્ય મુગ્ધજનોને એમ વિચારવાનું કે માની લેવાનો અવકાશ ન મળે કે આ લેકે પરસ્પર દ્વેષી-મત્સરી હશે.
૬ વેશવિડંબક સાધુ સચિત્ત જળનું પાન કરે છે, તેમજ સચિત્ત ફળફૂલને ઉપભેગ કરે છે, દોષિત આહાર લે છે અને ગૃહસ્થ એગ્ય આરંભ સમારંભાદિક પાપવ્યાપાર (પાપ-કર્મ ) છૂટથી કર્યા કરે છે.