________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૧૧૫ ] ૨. કલેશ રહિત ચિત્ત થયું એ રત્ન સમાન સ્થિર અને ઉજવળ આત્મપ્રકાશ આપનારું મહાપુરુષનું ઉત્તમ ધન છે અને તે વડે જ તેઓ અજરામર એવું મેક્ષસ્થાન પામે છે.
૩. સંપત્તિમાં ગર્વ અને વિપત્તિમાં ખેદ-કલેશ કરવો નહીં, એ જ મહાપુરુષનું લક્ષણ છે. કંઈ દ્રવ્યની પ્રાપ્તિ માત્રથી મહાપુરુષ થવાતું નથી.
૪. પૂર્વ કર્મવેગે આપત્તિઓ આવી પડે ત્યારે પ્રાણીઓનું રક્ષણ કરવા એક હૈયે જ સમર્થ છે, તે વખતે શેક કરો યોગ્ય નથી.
૫. ચિત્તના શુદ્ધ પરિણામથી જ જીવને સર્વત્ર શાન્તિ પ્રાપ્ત થાય છે, પરંતુ ચિત્તમાં કલેશવાળા અધ્યવસાય રહેતા હોય તો અનેક ભવમાં ભ્રમણ કરવા છતાં પણ શાતિ મળતી નથી.
૬. જે ચિત્તમાં કલેશના પરિણામ વર્તતા હોય તો સંસારવૃદ્ધિ થવા પામે છે અને શુદ્ધતા વર્તાતી હોય તો તે કલ્યાણકારી થાય છે.
૭. જ્યારે તત્વજ્ઞાનીઓનું ચિત્ત વિશુદ્ધ હોય ત્યારે તેમને સર્વ આપત્તિઓ સંપત્તિરૂપ થાય છે. મહાપુરુષોને સર્વ કંઈ શ્રેયરૂપ થાય છે.
[ જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૪૫ ]
તસ્વામૃતમાંથી ૧. અન્ય વ્યાપારને છોડીને નિરંતર ધર્મનું જ સેવન કરવું જોઈએ. દુર્ગતિથી બચાવી સદગતિ સાથે જોડી યાવત્ મોક્ષ પર્યત સહાય કરનાર ધર્મ જ છે. જે ભવ્યાત્માઓ