________________
વ્યવસ્થાપક સમિતિએ નત્તમદાસ ભગવાનદાસ શાહની માનદ મંત્રી તરીકે નિમણૂક કરી છે અને બેંક ઓફ ઇંડિયામાં પૈસા રાખવાની ગોઠવણ કરી છે.
સમિતિએ ઠરાવ કર્યો છે કે મુનિ કર્ખરવિજયજી મહારાજના જે લેખ “શ્રી જૈન ધર્મપ્રકાશ” માં, “શ્રી આત્માનંદ પ્રકાશમાં “જૈન” પત્રમાં અથવા બીજા પત્રમાં આવ્યા તે સર્વને સંગ્રહ કરીને એક લેખ સંગ્રહ બહાર પાડે. તે પ્રમાણે ૧૯૫ના ભાદરવા સુદિ દશમે પહેલો ભાગ બહાર પડ્યો, તે પછી બીજે ભાગ સંવત ૧૯૯૬ ના પોષ સુદિ ચોથે બહાર પડ્યો, ત્રીજો ભાગ સંવત ૧૯૯૬ ના અશાડ શુદિ નેમે બહાર પડ્યો, ચોથા ભાગ સંવત ૧૬ ના ભાદરવા વદિ ૦)) પ્રગટ થયે, પાંચમે ભાગ સંવત ૧૯૭ ના મહા સુદિ ૧૫ મે પ્રકાશિત થયે, છઠ્ઠો ભાગ સંવત ૧૯૯૮ જેઠ વદ એકમે બહાર પડ્યો, સાતમે ભાગ સં. ૨૦૦૦ ના વિજયા દશમીએ બહાર પડ્યો અને આઠમે ભાગ પરમકૃપાળુ પરમાત્માની કૃપાથી આજે સમાજ સમક્ષ રજૂ કરવા ભાગ્યશાળી બન્યો છું.
સમિતિએ ઠરાવ્યું છે કે રૂ. ૫૦૧) ભરનારને પાંચ નકલ મફત આપવી, રૂ. ૨૫૧) ભરનારને ત્રણ નકલ મફત આપવી, રૂા. ૧૦૧) ભરનારને એક નકલ મફત આપવી અને તેથી ઓછું ભરનારને અધી કિંમતે એટલે પડતર કરતાં પા કિંમતે આપવી. સામાન્ય ભાઈ, જેણે કંઈ ભર્યું ન હોય તેને અઘી કિંમતે આપવી. આ ઉપરથી જોઈ શકાશે કે આ સમિતિને ઉદ્દેશ પૂજ્ય મુનિરાજના પુણ્યરૂપ જ્ઞાનકાર્યમાં બની શકતી રીતે વધારો કરવાને છે.
આ લેખ સંગ્રહના ભાગો મેઘજી હીરજી બુકસેલર, પાયધૂની, મુંબઇને ત્યાંથી તથા શ્રી જૈન ધર્મ પ્રસારક સભા, ભાવનગર પાસેથી મળી શકશે.