________________
લેખ સંગ્રહ : ૮ :
[ ૮૩] અતિ ભલા નહિ બેલના, અતિ ભલા નહિં ચૂ૫; અતિ ભલા નહિ બરસના, અતિ ભલા નહિ ધૂપ. ૧૩
જેમ અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ તેમજ અતિતાપ લાભને બદલે હાનિ કરે છે, તેમ વગર જરૂરનું જેમ આવ્યું તેમ બેલ્યા કરવું તેમજ ખાસ જરૂરી વખતે મોન રહેવું તે પણ સારું નથી. ઝગરા નિત્ય બરા, ઝગરા બૂરી બલાય; દુઃખ ઉપજે ચિતા દહે, ઝગરામે ઘર જાય. ૧૪
કજીયાનું મોં કાળું કરજે-કજીઆથી સદા ચેતીને રહેજે, કેમકે કોઠી ધાતાં કાદવ જ નીકળે. કજીઓ-ઝગડો કરે એ બૂરી દશા લાવનારી ભારે બલા છે. એનાથી અનેક પ્રકારનાં દુ:ખ ઉપજે છે ને ચિન્તા અંતરને બાળી નાંખે છે. અરે ! એથી સુખશાતિને, ઋદ્ધિસિદ્ધિન, માનમરતબાને-ઈજજતઆબરૂનો ને દ્રવ્ય ભાવ પ્રાણને પણ નાશ થાય છે.
સે કેસ સજજન બસે. જાનું હિરદા મજાર; કુનેહી ઘર આંગને, જાનું દરીયા પાર. ૧૫
ખરા પ્રેમી સજજનો ગમે એટલાં દૂર વસ્યા હોય તે પણ જાણે આપણી પાસે જ વસ્યા હોય એવી મીઠાશ-વ્હાલપ ઉપજે છે, ત્યારે માત્ર સ્વાના જ સગા એવા નિ: સનેહી અથવા મુખે મીઠા ને દીલમાં જૂઠા એવા કુનેહી જને ઘરના આંગણુ પાસે જ હોય તે પણ તે નકામાં કલેશકારી થવા પામે છે. એવા કુસ્નેહીની સંગત કરવા દિલ ચાહતું નથી. જલમેં બસે કુમુદિનીચંદા બસે આકાશ; જે જાકે હિરદે બસે, સે તાહિકે પાસ. ૧૬