________________
[૩૬]
શ્રી કપૂરવિજયજી યોગ્ય છે. શ્રાવક એગ્ય આ બાર વ્રત અને તેને જ લગતી શ્રાવક એગ્ય વિશેષ કરણ ૧૧ પડિમાઓ (પ્રતિજ્ઞાવિશેષ) માટે પણ ધર્મબિંદુ, શ્રાવકપ્રજ્ઞપ્તિ વગેરેમાં સારું વર્ણન આપેલું છે. શ્રાવકક૫તમાં પણ એ સંબંધી કંઈક વિસ્તારથી વર્ણન કરેલું છે. જિજ્ઞાસુ માટે આ ગ્રંથ અતી ઉપયોગી છે.
૧૩. અન–શ્રાવક એગ્ય કર્તવ્યનું સંક્ષેપથી ક્યાં વર્ણન કરેલું છે?
ઉત્તર–“મન્નત જિણાણું આણું” એ સઝાયમાં તે તે કર્તવ્યનું દિગ્દર્શન કરાવેલું છે. તેને કંઈક ભાવાર્થ “જૈન હિતબોધ” માં સમજાવવામાં આવ્યો છે તેનો વિસ્તારાર્થ તેની ટીકા પરથી સમજી શકાય તેમ છે.
૧૪. અન–સુસાધુજનોને કર્તવ્ય ધર્મ કેવા પ્રકારને કહે છે?
ઉત્તર—તેમને તે પૂર્વોક્ત હિંસા, અસત્ય, અદત્ત, મિથુન અને પરિગ્રહને સર્વથા મન, વચન અને કાયાથી કરવા, કરાવવા અને અનુમોદવાને ત્યાગ અને શુદ્ધ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અસંગતાને સર્વથા સ્વીકાર કરવારૂપ પાંચ મહાવ્રતોને ધારણ કરવાં, પાંચ ઇન્દ્રિયને નિગ્રહ કરે, ક્રોધાદિક ચારે કષાયને જય કરે અને મન, વચન તથા કાયાના દંડથી વિરમવું–એ રીતે સત્તર પ્રકારનો સંયમ આદરીને સાવધાનપણે પાળવારૂપ કર્તવ્ય ધર્મ છે. એ ઉપરાંત ઉત્તમ પ્રકારની ક્ષમા, મૃદુતા, સરલતા, સંતોષ, તપ, સંયમ, સત્ય, શૌર્ય, અકિંચનતા અને બ્રહ્મચર્યરૂપ દશ પ્રકારને યતિધર્મ સારી રીતે સમજીને સુસાધુજનેએ સેવવા ગ્ય છે, તેમજ તેમને
ગ્ય બાર “ભિખુડિમા”પણ આરાધવા ગ્ય કર્તવ્યધર્મ છે.