________________
[૧૬]
શી કપૂરવિજય શકતું નથી. તેમને તે પોતાની ભૂલ સમજવાનું અને સુધારવાનું અને મુશ્કેલ જ છે.
દિવસની થયેલી ભૂલ દેવસિક પ્રતિક્રમણ કરતાં અને રાત્રિ સંબધી ભૂલ રાત્રિક પ્રતિક્રમણ કરતાં સુધીમાં યાદ લાવીને સુધારી લેવી એ ઉત્તમ વાત છે. કદાચ કષાયવશ તેમ ન બની શકે તે પાક્ષિક પ્રતિક્રમણ કરતાં સુધીમાં સ્વભૂલ સમજી સુધારી લેવાય તો તે સંજવલન નામને મંદ કષાય લેખી શકાય.
ત્યાંથી આગળ વધી ચાતુર્માસિક (માસી) પ્રતિક્રમણ સુધીમાં ખમાવી લેવાય તે તે પ્રત્યાખ્યાની નામને તીવ્રઆકર કષાય જાણો. ત્યાંથી આગળ છેવટે સાંવત્સરિક (વાર્ષિક) પ્રતિક્રમણ કરતાં સુધીમાં ખમાવી લેવાય તે તે અપ્રત્યાખ્યાની નામને તીવ્રતર–અતિ આકરો કષાય જાણો. પરંતુ ત્યારે પણ રેષ રાખી મનને આમળે મૂકે નહી, અરસ્પરસ ખમે ખમાવે નહી, તે તે તીવ્રત–ઉત્કૃષ્ટ કષાય જાણ. આવા જ પ્રાયઃ કૃષ્ણપક્ષિયા હઈ નીચગતિગામી જાણવા અને જેઓ સરલ સ્વભાવે પોતાની ભૂલ સમજી-કબલ કરી એકબીજાને ખમે-ખમાવે તે શુકલપક્ષિયા હાઈ ઉચ્ચગતિગામી જાણવા.
[જે. ધ. પ્ર. પુ. ૩૪, પૃ. ૧૮૬ ]
પર્યુષણ પર્વની સફળતા શાથી? જીવ માત્રને સુખ પ્રિય છે અને દુઃખ અપ્રિય છે. જ્યાં સુધી જન્મમરણ ચાલુ છે, તેને અંત ન આવે ત્યાં સુધી વસ્તુતઃ દુઃખનો અંત ને સુખની પ્રાપ્તિ થઈ ન શકે, કેમકે