________________
[ ર૯૪ ]
શ્ર કપૂરવિજયજી થતાં બચાવે છે અને સમ્યફડ્યારિત્રવડે સંપૂર્ણ શુદ્ધ ચેતનારૂપ આરોગ્યની પુષ્ટિ કરે છે.
૧૦. અજ્ઞાનરૂપી અંધકારવડે અંધ જનનાં નેત્રે જેમણે જ્ઞાનરૂપી અંજનશલાકાવડે ખેલ્યાં છે તે સદ્દગુરુને નમસ્કાર હો!
૧૧. મોક્ષમાર્ગના નેતા (મોક્ષમાર્ગે લઈ જનાર), કર્મરૂપ પર્વતના ભેરા (ભેદનાર) અને સમગ્ર તત્વના વેત્તા પ્રભુને એવા ગુણેની પ્રાપ્તિ માટે વંદું છું.
૧૨. અહીં મોક્ષમાર્ગના નેતા એમ કહી, આત્માના અસ્તિત્વથી માંડી તેના મોક્ષ અને મોક્ષના ઉપાય સહિત છએ પદને તથા મોક્ષ પામેલાને સ્વીકાર કર્યો તેમજ જીવાજીવાદિક બધા તને સ્વીકાર કર્યો. મેક્ષ બંધની અપેક્ષા રાખે છે; બંધ, બંધનાં કારણે આશ્રવ–પુણ્ય-પાપ-કર્મ અને બંધાનાર એવા નિત્ય અવિનાશી એવા આત્માની અપેક્ષા રાખે છે. તેમજ મેક્ષ, મેક્ષના માર્ગની–સંવરની-નિર્જરાની બંધનાં કારણે ટાળવારૂપ ઉપાયની અપેક્ષા રાખે છે. જેણે માર્ગ જાયે, જે, અનુભવ્યા હોય તે નેતા થઈ શકે એટલે મોક્ષમાર્ગના નેતા એમ કહી તેને પામેલા એવા સર્વજ્ઞ–સર્વદશી–વીતરાગનો સ્વીકાર કર્યો. આમ મોક્ષમાર્ગના નેતા એ વિશેષણથી જીવ અજીવાદિક ન તત્ત્વ, છએ દ્રવ્ય, આત્માના હોવાપણા આદિ છએ પદ અને મુક્ત આત્માને સ્વીકાર કર્યો.
૧૩ મેક્ષમાર્ગ ઉપદેશવાનું, તે માર્ગે લઈ જવાનું કાર્ય દેહધારી સાકાર મુક્ત પુરુષ કરી શકે, દેહ રહિત નિરાકાર ન કરી શકે. આમ કહી આત્મા પોતે પરમાત્મા થઈ શકે છે, મુક્ત થઈ શકે છે, એવા દેહધારી મુક્ત પુરુષ જ બંધ કરી શકે છે એમ સૂચવ્યું. દેહ રહિત અપૌરુષ બંધને નિષેધ કર્યો.