________________
[ ૭૪ ]
શ્રી કપૂરવિજયજી દ્વેષાદિક દેને નાશ કરવા અત્યન્ત ચીવટ રાખવી. અહિતકારી કાર્યોમાં પ્રવર્તતી ઈન્દ્રિયોને અટકાવી હિતકારી કાર્યોમાં જોડવી. સ્ત્રી સંબંધી મનહર રૂપાદિકનું અવલોકન, પરનિંદાદિકનું શ્રવણ વિગેરે અહિત માર્ગમાં જતી ઈન્દ્રિયોને અટકાવી, પરમ શાન્ત રસમય જિનપ્રતિમાદિકનું અવલોકન અને પવિત્ર શાસ્ત્રોનું શ્રવણ મનન કરવું વિગેરે હિતમાર્ગમાં તેને પ્રવર્તાવવા અહોનિશ ઉપગ રાખ જરૂર છે, કેમ કે અહિત માર્ગમાં પ્રવર્તન કરવાથી લોક–અપવાદ તથા સંસારભ્રમણ થવા પામે છે. અને યત્નપૂર્વક અહિત માર્ગથી નિવતી હિતમાર્ગમાં પ્રવૃત્તિ કરવાથી યશવાદ સાથે સંસારબંધનથી મુક્ત થઈ ભવભીરુ આત્મા શાશ્વત મોક્ષપદને પામે છે.
[જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૧૧૨ ]
આઠે મને ત્યાગ કરવા હિતેપદેશ. જાતિમદ, કુળમદ, રૂપમદ, બળમદ, વિદ્યામદ, તપમદ, લાભમદ અને ઐશ્વર્ય મદથી મદેન્મત્ત થયેલા પ્રાણીઓ આ સંસારમાં પરિભ્રમણ કરતાં અનેક વાર એ જ વસ્તુ અનિષ્ટ પ્રકારની પામે છે. મદ કરનારા મુગ્ધ પ્રાણીઓ અવશ્ય અધેગતિને પામે છે.
ઉત્તમ જાતિ, પ્રધાન કુળ, મનોહર રૂપ, મેટી ઠકુરાઈ, ઘણું બળ, ઘણી વિદ્યા, તપ કરવાની શક્તિ અને લક્ષમી પેદા કરવાની શક્તિ પામીને જે મુગ્ધ જને અન્ય જનની હેલના કરે છે તેઓ સંસારચક્રમાં અનંતી વાર નીચ સ્થાનને પામે છે, એમ સમજી સુજ્ઞ જનેએ આઠે મદને ત્યાગ જ કરે