________________
૨૫૪]
શ્રી કપૂરવિજયજી ૪. સુવિવેકપૂર્વક તપસ્યાવડે બ્રહ્મચર્યાદિક ગુણની રક્ષા અને પુષ્ટિ થવા પામે છે, તથા મન-વચન-કાયાની અથવા વિચાર, વાણી અને પ્રવૃત્તિની પવિત્રતા થવા પામે છે.
પ. તપસ્યા વિગેરે કરતા છતાં રાગ-દ્વેષાદિક મહાદે ચીવટથી વજેવા યોગ્ય છે. જ્યારે આ મહાદેશે મૂળમાંથી સર્વથા ક્ષય પામે ત્યારે આત્મા વીતરાગ અવસ્થા પામીને પરમાત્મપદ ચગ્ય અનંત જ્ઞાન, દર્શન, આનંદ અને વિયે– શક્તિને પ્રાપ્ત કરી અંતે અક્ષય-અવિનાશી મોક્ષસુખ પામે છે, જેથી જન્મ-મરણ સંબંધી સર્વ દુઃખનો સર્વથા અંત આવે છે. ઉત્તમ ક્ષમા, મૃદુતા, સરલતા અને સંતોષ, તપ, સંયમ પ્રમુખ દશવિધ ધર્મનું યથાવિધિ આરાધન કરવાથી ભવ્યાત્મા આ ઉત્તમ આત્મિક લાભ પામી શકે છે. જેમ રોગી માણસને રોગ-નિવારણાર્થે ઉત્તમ વૈદ્યના હિતવચનને અનુસરવું પડે છે તેમ સંસારી જીવ સર્વજ્ઞ વચનાનુસાર આત્મશ્રેય સાધી શકે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૧, પૃ. ૧૬૫ ] ઉપયોગી હિતશિક્ષાઓ. સારા-નરસાની પીછાણ
માણસની શ્રેષ્ઠતા અથવા લાયકાત તેની જડ સંપત્તિથી આંકી શકાય નહીં, કેમકે કથળી ગમે તેટલી ભારે હોવા છતાં હદય હલકું, મિલકત વિશાળ હોવા છતાં સમજણ ટૂંકી અને કરણ સ્વાથી હોય તે એ જડ સાધનેથી શું વળવાનું? જે સત્કાર્ય પાછળ પિતાને પિંડ ને પૈસો આપી દે છે, જે આજુ