________________
[૬]
શ્રી કપૂરવિજયજી દુકડે ” કહેવામાં આવે છે, પણ ખરી રીતે જોતાં તો જેની સાથે કાંઇપણ વૈરવિરાધ કે અપ્રીતિભાવ ઉપજે હોય તેને જેમ બને તેમ જલ્દી પ્રથમથી જ ખમાવીને પછી નિઃશલ્યપણે શુદ્ધ ભાવથી પ્રતિક્રમણ ક્રિયા કરવી જોઈએ. તે વખતે પણ સહુ સંઘ સમક્ષ ફરીવાર રીતસર ખમતખામણ કરવામાં કશી અડચણ નથી. શુદ્ધ અંત:કરણથી જ ખમવું અને ખમાવવું જોઈએ; નહિ તો અંતરશલ્ય રહેવાથી જીવને ભવિષ્યમાં ભારે સહન કરવું પડશે એ સર્વ કઈ શ્રાવક-શ્રાવિકાઓએ ભૂલવું નહીં.
૯. તપશ્ચર્યા–આજકાલ પર્યુષણ પર્વ પ્રસંગે તપસ્યા કરવાનો પ્રચાર વિશેષ થયે જણાય છે. તપસ્યા જે ક્રમશ: ધીમે ધીમે શક્તિ અનુસાર આગળ વધીને કરવામાં આવતી હોય તો તેથી ફાયદો જ થાય છે, પણ જ્યારે ગજા ઉપરાંત દેખાદેખીથી વધારે પ્રમાણમાં તપશ્ચર્યા કરવામાં આવે છે ત્યારે કવચિત આર્તધ્યાનને પ્રસંગ આવી જાય છે, જે હાનિકારક છે; માટે પર્યુષણ વખતે વિશેષ તપસ્યા કરવાની ભાવના હેય તેમણે પ્રથમથી જ ધીમે ધીમે તે સંબંધી મહાવરો પાડવો જોઈએ. સાથે સાથે બીજે ધાર્મિક અભ્યાસ પણ વધારતા રહેવું જોઈએ. શીલ, સંતોષ, ક્ષમા અને સમતાદિક ગુણે માટે તો જરૂર તપસ્વીને ચીવટ રહેવી જ જોઈએ.
૧૦. અભયદાન-પર્યુષણમાં કસાઈવાડેથી જીવ છોડાવવાનો રિવાજ ચાલે છે તેથી જાણું જોઈને કસાઈ વધારે વકરે કરવા વધારે પશુઓ લાવી મનગમતાં દામ માગે છે અને તે પિસાથી તેના પા૫વ્યાપારને પુષ્ટિ મળે છે. આ કરતાં આગળથી જ તેવાં જાનવરને કસાઈને ત્યાં જતાં અટકાવવાની તજવીજ કરાય તે થાડે પસે વધારે લાભ થાય. આ બાબત