________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૪૭ ] અને વિષય-વિકારને જીતતાં આત્મસ્વરૂપમાં રમણતા થવારૂપ બ્રહ્મચર્ય ગુણ પ્રગટ થવા પામે છે. એનું રહસ્ય સમજી આત્માથી જીએ ઉક્ત ધર્મસેવનમાં અધિક આદર કરવો.
[ જે. ધ. પ્ર. પુ. પર, પૃ. ૧૨૪ ] સંસારને સાગર, અગ્નિ, અંધકાર અને
શકટચકની ઉપમા. ૧. સાગર–જેમ છિદ્ર વગરના મજબૂત નાવ અને કુશળ નાવિકની સહાયથી તરી પાર પમાય છે, તેમ શુદ્ધ અહિંસા, સંયમ અને તારૂપી સદ્ધર્મ નાવ અને સદગુરુરૂપી નાવિકની સહાયથી આ સંસાર–સાગર તરી પાર પામી શકાય છે. સાગરમાં જેમ કુશળ નાવિકેએ નાવ ચલાવવા નિર્વિન રસ્તે શોધી કાઢ્યો હોય છે તેમ શ્રી જિનેશ્વર ભગવાને સંસારને પાર પામવા તત્ત્વજ્ઞાન-ક્રિયારૂપ ઉત્તમ રાહ બતાવ્યા છે.
૨. અનિ–જેમ સર્વનો ભક્ષ કરી જાય છે પણ પાણીથી બુઝાઈ જાય છે તેમ વૈરાગ્યરૂપ જળથી સંસારમાં થતા જન્મમરણાદિકનાં અનંત દુઃખરૂપ અગ્નિ બુઝાઈ જાય છે.
૩. અંધકારમાં–જેમ દીવ લઈ જવાથી પ્રકાશ થતાં ઘટ-પટાદિક વસ્તુઓ જોઈ શકાય છે તેમ તત્વજ્ઞાનરૂપી નિર્મળ દવે સંસારના મેહમાયાદિક ગાઢ અંધકારમાં અખંડ પ્રકાશ કરી, આત્માની સત્ય વસ્તુ ( અનંત ગુણ સમુદાય) પણ બતાવે છે.
૪. શકટચક–ગાડીનું પૈડું જેમ બળદ વગેરેની સહાય વગર ચાલી શકતું નથી તેમ આ સંસારચક્ર (ચારે.