________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૩૫ ] પાપ-આરંભથી નિવતી દ્રવ્યની સફળતા, શ્રી સંઘની ઉત્તમ ભક્તિ, સમતિની વિશુદ્ધિ, સ્વજનેનું હિત અનુકંપા, જીર્ણ ચિત્યાદિકને ઉદ્ધાર, તીર્થની ભારે ઉન્નતિ, જિનાજ્ઞાનું પાલન, કલ્યાણકારી સારાં કૃત્ય, અલ્પ સંસારમણ, તેમજ દેવ અને મનુષ્ય સંબંધી સારી પદવી–એ બધાં પવિત્ર તીર્થની સુવિવેકથી કરેલી વિધિયુક્ત સેવા-ભક્તિનાં પ્રગટ ફળ છે. જે ચોવિહાર છઠ્ઠ (નિર્જળ બે ઉપવાસ) કરીને વિધિયુક્ત શત્રુંજય તીર્થની સાત યાત્રા કરે છે તે ભવ્યાત્મા બીજે ભવે મોક્ષપદ મેળવે છે. વળી શ્રી તીર્થકર દેવને પણ માન્ય અને ગુણના સાગર એવા શ્રી સંઘની ચરણ–રજવડે જેમના ઘરનાં આંગણું પવિત્ર થાય છે તેમને ખરેખર ધન્ય છે. એવા પવિત્ર શ્રી સંઘની પૂર્ણ શ્રદ્ધાથી જે સેવા-ભક્તિ-વાત્સલ્ય કરે કરાવે છે તે મુખ્યપણે તીર્થંકર પદવીને પામે છે. ચક્કી અને ઇંદ્રાદિક પદવીની પ્રાપ્તિ તે તેમને સહેજે પ્રાપ્ત થાય છે.
જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૩૪૪ ]
એક વિદ્યાથીના કેળવણી અંગે વિચાર. મળેલે વખત નકામે ન ગાળતાં તે વખતમાં જેટલું ઉપયોગી કામ થઈ શકે તેટલું કરી લેવું, એ અમારો કોલેજમાં દાખલ થયા પહેલાં જ નિશ્ચય હતો. એ જ નિયમાનુસાર આ વખતનાં વેકેશનમાં કયા ક્યા અગત્યના કામ કરી લેવા તે નક્કી કરવા મેં મારા મિત્રને વાત કરી અમુક દિવસે તેને ત્યાં જવાનું નક્કી થયું.
માર્ગમાં જતાં એક બીજા ભાઈ મળ્યા. તેણે સમાજમાં