________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૨૦૫ ] ચÀાવિજયજી કહે છે કે– શક્તિ અનુસારે એવું જ તપઆચરણ કરવું કે તેમાં દુર્ધ્યાન તે ન જ થાય. નખળા હલકા વિચાર ન આવે, પણ પવિત્ર વિચાર પેદા થાય, અંતરની શુદ્ધિ થાય, જેથી સ્વકર્તવ્ય કર્મો શુદ્ધ ભાવે કરાય, તેમાં કશી ખામી ન આવે, તેમજ આત્મ-સાધનમાં સહાયકારક ઇન્દ્રિયાની ક્ષીણતા થવા ન પામે. વળી જે તપ આચરણ સેવતાં આત્મસ્થિરતા–રમણુતા જાગે, જિનેશ્વર પ્રભુ પ્રત્યે અધિકાધિક પ્રેમ પ્રગટે, તેમના કેવળજ્ઞાનાદિક ગુણા પ્રત્યે અંતરમાં બહુમાન જાગે અને એવા જ ઉત્તમ ગુણે! આપણામાં ગુપ્ત રહેલાં છે તેમને પ્રગટ કરવા દર્શન, જ્ઞાન ને ચારિત્રરૂપી રત્નત્રયીનું યથાવિધિ સેવન કરવા તત્પર થવાય-તેમાં આળસ કે બેદરકારીપણું રહેવા ન પામે, ક્રોધાદિક ચારે કષાયેા પાતળા પડે એ રીતે વર્તાય એટલે ક્ષમા, નમ્રતા, સરલતા ને સતાષાદિ ગુણમાં વધારા થાય અને જિનેશ્વર દેવની અત્યંત હિતકારી આજ્ઞાનું ઉલસિત ભાવે ઉપયેાગ સહિત પાલન કરવાનું ન જ ભૂલાય. એવા પ્રકારનું વિવેકભર્યું નિ:સ્વાર્થ પણે તપનુ સેવન કરાય તે તે શુદ્ધ ને કલ્યાણકારી લેખાય. તે સિવાયનું આજ્ઞાવિરુદ્ધ જે સ્વેચ્છાએ તપનુ સેવન કરાય તે કલ્યાણકારી લેખી ન જ શકાય, એમ સમજી સર્વ શ્રેયકારી શાસ્ત્રમર્યાદા યુક્ત શુદ્ધ તપ-ધર્મનું સેવન સહુએ સાવધાનપણે કરવું.
સમતા સહિત કરવામાં આવતા તપવડે નિકાચિત કર્મોના પણ ક્ષય થઈ શકે છે, શુદ્ધ તપના પ્રભાવથી દ્રવ્ય-ભાવ લક્ષ્મીની પ્રાપ્તિ થાય છે, ભવસંતતિના ક્ષય થાય છે, રાગનું નિર્મૂલન થાય છે, કના અંત થાય છે, વિઠ્ઠો વિસરાળ થઈ જાય છે, ઇન્દ્રિયાનું દમન થાય છે, મંગળમાળા વિસ્તરે છે,