________________
[ ૧૫૪ ]
શ્રી કરવિજયજી ઢાંકવાને વિચાર કરતા અને કેટલાક લેકે લાકડાં પણ બાળતાં. તે વખતે જિતેંદ્રિય અને શરીરસુખની આકાંક્ષા વિનાના તે ભગવાન એ શીતને ખુલ્લામાં રહીને સહેતા. કેઈ વાર ઠંડી અસહ્ય થઈ પડે ત્યારે ભગવાન સાવધાનપણે રાત્રે બહાર નીકળીને ઊભા રહેતા. વસ્ત્ર વિનાના હેવાથી તૃણના સ્પર્શી, ટાઢના સ્પર્શી, તાપના સ્પર્શી અને ડાંસ તથા મચ્છરના સ્પર્શે એમ અનેક પ્રકારના કઠોર સ્પર્શે ભગવાન મહાવીરે સમભાવે સહ્યા હતા.
રસ્તે ચાલતાં ભગવાન આગળ આગળ પુરુષની લંબાઈ જેટલા માર્ગ ઉપર દષ્ટિ રાખીને આડુંઅવળું ન જોતાં ચાલવાના માર્ગ તરફ જ જોઈને સાવધાનીથી ચાલતા. તે વખતે કે બોલાવે તે પ્રાય: બેલતા જ નહીં, કદી બોલતા તે ઘણું જ ઓછું બેલતા અને દૃષ્ટિને સ્થિર કરીને અંતર્મુખ રહેતા. ઉજજડ ઘર, સભાસ્થાન, પરબ અને હાટડાંઓ એવાં
સ્થાનમાં ભગવાન કઈ વાર રહેતા તે કઈ વાર લુહારની કોઢમાં કે પરાળના ઢગલાઓ પાસે, તે કઈ વાર ધર્મશાળાએમાં, બગીચાઓમાં, ઘરમાં કે નગરમાં રહેતા હતા. કઈ સ્મશાનમાં, શૂન્ય ઘરમાં કે ઝાડની નીચે રહેતા હતા. આ રીતે એ પૂજ્ય શ્રમણે ૧૨ વર્ષ કરતાં વધારે સમય વીતા, તે વર્ષો દરમીયાન રાતદિવસ યવાન રહીને ભગવાન અપ્રમત્તપણે સમાધિપૂર્વક ધ્યાન કરતા. પ્રભુનું આવું જીવનચરિત્ર અવગાહી તેનું જેટલું બને તેટલું અનુકરણ કરાય તે કેવું સારું ?
| [ જે. ધ. પ્ર. પુ. ૫૬, પૃ. ૪]