________________
લેખ સંગ્રહ : ૭ :
[ ૧૨૧ ] પ્રભુપ્રાર્થના (૧) હે નાથ ! સહુ પ્રાણીવર્ગ પ્રત્યે મૈત્રી, ગુણીજને પ્રત્યે પ્રમોદ, દુઃખીજને પ્રત્યે કરુણ અને નિન્દાદિક વિપરીત વર્તનવાળાઓ પ્રત્યે ઉદાસીનતા (રાગ દ્વેષ રહિત મધ્યસ્થભાવ) મારા માટે સદાય બની રહો.
(૨) સ્થાનમાંથી તલવાર જુદી કરવાની જેમ શરીરથી અનંત શક્તિશાળી અને ષવર્જિત આત્માને અલગ કરવાની શક્તિ મને આપ પસાથે પ્રાપ્ત થાઓ.
(૩) હે નાથ ! સુખમાં, દુઃખમાં, શત્રુ અને મિત્રમાં, સંગ અને વિયેગમાં સદાય મારું મન સંપૂર્ણ મમત્વભાવને ત્યાગ કરી, સમભાવી બની રહે એવી આત્મજાગૃતિ માટે આપને યાચું છું.
[ રૈ. ધ. પ્ર. પુ. ૪૫, પૃ. ૩૧૪ ]
હિતવચને. ૧. આમપુરુષોએ નિરપેક્ષપણે કહેલાં તમાં દઢ શ્રદ્ધા રાખે.
૨. તેમાં શંકા-કાંક્ષાદિક કરીને તત્વ શ્રદ્ધાનને મલિન કરો નહીં.
૩. તેમાં નિશ્ચળ થવા માટે તત્વજ્ઞાની-આત્મજ્ઞાની મહાપુરુષોને સાક્ષાત સમાગમ કરવા કામના રાખે ને તેવી દુર્લભ તક મળે તે તેને લાભ જરૂર લેજે–નકામી વાત કરી તે ફેગટ ગુમાવતા નહીં.
૪. બુદ્ધિબળ વિચારશક્તિ પામ્યાનું ફળ તત્ત્વનો ઊંડો