________________
[ ૧૦૮ ].
શ્રી કપૂરવિજયજી ૭. સીતા, દ્રૌપદી અને રામતી જેવી ઉત્તમ સતીઓના પૂન્ય ચરિત્ર પણ ઘણું બેધદાયક છે. સતી સીતાએ કેવા વિકટ અને ત્રાસદાયક સંગેમાં ધીરતા રાખી, પિતાનું પ્રાણપ્રિય શીલવત અખંડ સાચવી પિતાની પવિત્રતાની જગતભરને ખાત્રી કરી આપી હતી. સીતાની પેઠે દ્રૌપદી સતી વિકટ સંગોમાં ધીરજ રાખી સ્વપતિસેવામાં સાવધાનપણે વતી હતી. સતી રામતીનું ચરિત્ર ખાસ મનન કરવા ગ્ય છે. કેવળ મનથી ઈરછલા વરની અપ્રાપ્તિમાં સંસારની અસારતા વિચારી, સમજી, ચારિત્ર લઈ સિદ્ધિપદને પ્રાપ્ત કરેલ.
[જે. ધ. પ્ર. પુ. ૪૭, પૃ. ૨૨૯].
ગૃહસ્થ શ્રાવકને કર્તવ્ય ધર્મ ૧. સુશ્રાવક પ્રભાતે, મધ્યાહુને, સંધ્યાકાળે ચૈત્યવંદન કરે. જિનમંદિરમાં ધુપ, દીપ, પુષ્પ, સુગંધી દ્રવડે જિનદેવની પૂજા કરવામાં ઉજમાલ રહે.
૨. જૈન ધર્મમાં દઢ શ્રદ્ધાથી નિશ્ચલ રહે. વીતરાગદેવ વિના અન્ય દેવને માને નહીં, તેમજ પૂર્વાપર વિરોધવાળા કુદર્શનમાં રાએ નહી. સારી રીતે તત્ત્વપરીક્ષાપૂર્વક ધર્મ-આરાધન કરે.
૩. કુદશીને વિવિધ પ્રકારે ત્રસ–સ્થાવર જીવોની વિરાધના કરતા દેખી ઈંદ્રાદિક દેવે પણ સ્વધર્મથી ચલાયમાન કરી શકે નહી.
૪. સુસાધુ જનને બહુમાનપૂર્વક વંદન કરે, સંશય પૂછે, તેમની સેવાભક્તિ કરે, શાશ્રવણ કરે, શાસ્ત્રઅભ્યાસ કરે, ચોગ્ય જનોને ધર્મ ઉપદેશ આપી ધર્મમાર્ગમાં જોડે ને સ્થિર કરે.