________________
[ ૧૦૪ ]
શ્રી કપૂરવિજયજી
૨૬. ક્ષણિક સુખ પાછળ ફાંફાં મારનારાઓને દુઃખ-ઉપાધિ વધતાં ખૂબ પસ્તાવો થવા પામે છે.
૨૭. પ્રમાદ રહિત ધર્મ સાધનથી સ્વમાનવભવને સફળ કરી લેનાર સદભાગી જને ધન્યવાદ પામે છે.
[ જે. ધ. પ્ર. પુ. ૫૦, પૃ. ૨૩૪ ]
હિત સંદેશ. ૧. સંયમ અને સાદાઈ જીવનમાં ઉતારીએ તો અધિકાધિક સુખી થઈએ.
૨. સર્વ જીવોને સ્વાત્મા સમાન લેખી, કેઈને કશી પ્રતિકૂળતા (પીડા) ન ઉપજાવે.
૩. પ્રિય, પચ્ચ ને તથ્ય, એવા સત્યને પ્રાણ કરતાં અધિક કિમતી સમજીને સે.
૪. બ્રહ્મચર્યને જીવનના પાયા સમાન લેખી તેમાં અધિક દઢતા રાખે.
૫. કેઈપણ જાતના કુવ્યસનથી દૂર રહેવા બનતા પ્રયત્ન કરો.
૬. શરીરનિર્વાહ માટે પણ જરૂરી વસ્તુ શુદ્ધ–નિર્દોષ ગવેષી લેવા ન ચૂકે.
૭. ક્રોધ-કષાયાદિક અંતરંગ શત્રુઓને જીતવા સદા સાવધાન રહે.
૮. ક્ષમા–સમતાના સેવનવડે તમે ક્રોધને રેકી વશ કરશે. ૯. ધર્મનું મૂળ દયા છે, ક્ષમા રહિત માણસ દયાને સારી