________________
લેખ સંગ્રહ : ૭:
( [ ૯૯ ] ૪. જ્યાં સર્વે નાયક બની બેસે, જ્યાં સર્વે અભિમાની હાય, તેમજ જ્યાં સર્વે માન–મહત્ત્વની ઈચ્છા રાખે તે સમુદાય સીદાયા કરે છે.
૫. નિર્ગુણ ગુણીજનને પિછાણી શકતું નથી, પોતે ગુણ હોય છતાં પણ અન્ય ગુણજનના ગુણને મત્સરભાવથી જેનાર સહન કરી શકતા નથી. પોતે ગુણ અને પરનાં ગુણમાં પ્રેમ- રાગ ધરાવનાર એવા સરસ્વભાવી જીવ થોડા હોય છે.
૬. જરૂર વગર એક પાઈ પણ આડે માગે નહીં ખર્ચનાર અને જરૂરી પ્રસંગે ક્રોડેની સખાવત કરનારને લક્ષ્મી અનુસરે છે.
૭. લક્ષ્મીની અસ્થિરતા-ક્ષણિક્તા સમજી સુજ્ઞજનેએ તેને ધર્મસ્થાનમાં સદુપયોગ કરવાવડે બને એટલે લહાવો લે.
૮. કુકર્મવડે હતાત્મા પાપી જીવ સર્વત્ર શંકાતા રહે છે જ્યારે શુદ્ધ નીતિના માર્ગે સંચરનારા પવિત્રાત્માઓ આનંદિત રહે છે.
૯. શુદ્ધ તાત્વિક ભવભીરુ ગીતાર્થ મહાપુરુષ સૌથી શ્રેષ્ઠ છે.
૧૦. પાત્રાપાત્ર વિશેષવડે ખેળ પણ ગાયને વિષે દૂધરૂપ થાય છે અને દૂધ પણ સર્પને વિશે વિષરૂપ થાય છે, માટે પાત્રમાં દાન દેવું તે જ યોગ્ય છે.
૧૧. પરના ખરાખોટા અવગુણ કહેવાથી કે સાંભળ્યાથી લાભ થતું નથી, પણ કહેનારને વેર વધ્યા કરે છે અને સાંભળનારને ભારે કુબુદ્ધિ વધે છે.
૧૨. ઉત્તમમતિ પરદૂષણ-પારકાદેષને પામતો નથી, દોષથી દૂર જ રહે છે. મધ્યમમતિ દોષને જોવે-જાણે છતાં જાહેર કરતું નથી. અધમમતિ કેઈને પડખે બેસી દેષ ગાવા બેસે છે.