________________
લેખ સંગ્રહ : ૭: દીક્ષા આપવામાં મુનિશ્રીને બીજા પ્રતિબંધને કંઈ હેતુ નથી. તે અધિકારીઓએ વડીલોને સંતોષ સંપાદન કરી, આજ્ઞા મેળવવી યોગ્ય છે, જેથી મુનિશ્રીના ચરણ-કમળમાં દીક્ષિત થવામાં બીજે વિક્ષેપ ન રહે.
૧૦. કેઈ અધિકારીને સંસારથી ઉપશમ વૃત્તિ થઈ હોય, તથાવિધ વૈરાગ્ય જાગ્યું હોય અને તે આત્માર્થ સાધક છે એમ જણાતું હોય તે તેને દીક્ષા આપવામાં મુનિવરે અધિકારી છે. ફક્ત ત્યાગનાર અને ત્યાગ દેનારના શ્રેયને માર્ગ વૃદ્ધિમાન રહે એવી દષ્ટિથી તે પ્રવૃત્તિ થવી જોઈએ.
૧૧. અલ્પાયુષી એવા આ દુષમ કાળમાં પ્રમાદ કર્તવ્ય નથી, તેથી આરાધક અને સુદ્રઢ ઉપગ વર્તે છે.
૧૨. પુગળ ભેગ ભેગવે છે તેથી અમને કર્મ લાગતાં નથી એમ કહે તે જ્ઞાનીની દષ્ટિનું વચન જ નથી, એ તે વાણુ શૂરાનું કેવળ કલ્પિત મિથ્યા વચન છે.
૧૩. સ્વભાવ દશા તથારૂપ સંપૂર્ણ હોય તે તેથી મોક્ષ અને વિભાવદશાથી જન્મ-જરા-મરણાદિરૂપ સંસાર પ્રાપ્ત થાય છે.
[જે. ધ. પ્ર. પુ. ૫૩, પૃ. ૧૮૩ ]
તાત્વિક વચનો. ૧. આત્મપરિણામની સવિશેષ સ્થિરતા થવા વાણું અને કાયાને સંયમ ઉપગપૂર્વક કરવા ઘટે છે.
૨. ત્રણે કાળમાં જે વસ્તુ જાયંતર થાય નહીં તેને શ્રી જિન દ્રવ્ય કહે છે.