________________
[ ૪૮ ]
શ્રી કપૂરવિજયજી
वचोऽनुष्ठानतोऽसङ्गक्रियासंगतिमङ्गति । સેવં જ્ઞાનક્રિયાડમેમૂમિયાનન્તવિજ્જીન્હા || ૮ ||
સર્વજ્ઞ—વીતરાગ પ્રભુના વચનાનુસારે લક્ષ્યપૂર્વક કરવામાં આવતી તદ્ભુતુ ક્રિયાથી અનુક્રમે અમૃતમય અસંગ ક્રિયાના અપૂર્વ લાભ મળી શકે છે. તે જ આ સહુજ આત્મિક આનદથી આ જ્ઞાન—ક્રિયાની અભેદ ભૂમિ જાણવી. શુદ્ધ લક્ષ્યપૂર્વક શુભ કરણી યથાવિધ કરવાના કાયમી અભ્યાસથી ક્ષયા પશમ વધતાં વીર્યાહ્વાસ વધતા જાય અને પરિણામે પરમ શાન્તિકારક અસંગ ક્રિયાના અપૂર્વ લાભ મળી શકે. ૮.
વચનાનુષ્ઠાનથી નિર્વિકલ્પ સમાધિરૂપ અસગક્રિયાની ચૈાગ્યતાને પ્રાપ્ત થાય છે. તે આ જ્ઞાનક્રિયાની અભેદ ભૂમિકા છે, કારણ કે અસંગ ભાવરૂપ ક્રિયા શુદ્ધ ઉપંચાગ અને શુદ્ધ વીજ્ઞાસની સાથે તાદાત્મ્ય (તન્મયતા ) ધારણ કરે છે. વળી તે સ્વાભાવિક આનન્દ્વરૂપ અમૃતરસથી આર્દ્ર-ભીંજાયેલી છે.
અનુષ્ઠાન ૧ પ્રીતિ, ર્ ભક્તિ, ૩ વચન અને ૪ અસગ એ ચાર પ્રકારનુ છે. અત્યન્ત પ્રીતિપૂર્વક જે અનુષ્ઠાન-ક્રિયા તે પ્રીત્યનુષ્ઠાન, બહુમાન અને આદરપૂર્વક જે અનુષ્ઠાન કરવામાં આવે તે ભક્ત્યનુષ્ઠાન. આગમને અનુસરીને જે અનુષ્ઠાન કરાય તે વચનાનુષ્ઠાન અને અતિશય અભ્યાસથી આગમની અપેક્ષા સિવાય સહજભાવે કરવામાં આવે તે અસંગાનુષ્ઠાન. તેમાં વચનાનુષ્ઠાનથી આત્મા અસગક્રિયાની યાગ્યતાને પ્રાપ્ત કરે છે.