________________
લેખ સંગ્રહ : ૬ :
[૩૯]
८ त्यागाष्टकम् संयतात्मा श्रये शुद्धोपयोग पितरं निजम् । धृतिमम्बां च पितरौ, तन्मां विसृजतं ध्रुवम् ॥१॥ युष्माकं संगमोऽनादि-बन्धवोऽनियतात्मनाम् । ध्रुवैकरूपान् शीलादि-बन्धूनित्यधुना श्रये ॥ २ ॥
હું સંયમ–આત્મા, શુદ્ધ ઉપયોગરૂપ સ્વ (અંતરંગ-સાચા) પિતાને અને પ્રતિ–તુષ્ટિરૂપી માતાને (હવેથી) આશ્રય કરું છું, તેથી બાહ્ય લેખાતા (લૌકિક) માતપિતાઓ! કૃપા કરીને મને બંધનમુક્ત કરો. એકરૂપ–એકનિષ્ઠ નહીં એવા અહે અનિયત બંધુઓ ! તમારી સાથેને નિષ્ફળ સંબંધ અનાદિ કાળનો જોડાયેલે અર્થ વગરને થયે છે. હવે હું નિશ્ચળસ્વભાવી શીલ-સંતોષાદિક બંધુઓનો આશ્રય કરું છું. ૧-૨.
નિશ્ચય નયથી “કરવા માંડયું ” તે “કર્યું' સંયમ “ગ્રહવા માંડ્યો” તે “ગ્રહો ”—એમ સંયતાત્મા એટલે સંયમને અભિમુખ થએલો હું શુદ્ધોપગ-રાગદ્વેષરહિત શુદ્ધ આત્મજ્ઞાનરૂપ પોતાના પિતાનો અને વૃતિ–આત્મરતિરૂપ માતાનો આશ્રય કરું છું, તો હું માતાપિતા ! મને અવશ્ય છોડે.
હે બધુઓ ! “બધુ તે શત્રુ થાય અને શત્રુ તે બધુ થાય” એમ અનિશ્ચિત છે આત્મા-પર્યાય જેનો એવા તમારે સંગમ-મેળો પ્રવાહથી અનાદિ છે. ધ્રુવથી-નિશ્ચયથી અવિચલિત છે એક સ્વરૂપ જેઓનું એવા જે શીલ, સત્ય, શમ, દમ, સંતોષાદિ બધુઓને સંબંધ અવિચાલત સ્વરૂપ હોવાથી હવે હું તેને આશ્રય કરું છું.