________________
[પર૬]
શ્રી કપૂરવિજયજી વિભાવથી સંપૂર્ણ વિરમવારૂપ યથાર્થ ચારિત્ર પણ વિશિષ્ટ જ્ઞાનનું જ ફળ છે એમ સમજીને એવા ઉત્કૃષ્ટ ચારિત્રની સિદ્ધિ માટે જ સંયમથી અભિન્ન એવા નિર્વિકલ્પ જ્ઞાનમાર્ગમાં દષ્ટિ કરવી જોઈએ; અર્થાત્ જેથી સંયમની પુષ્ટિ થાય એવા જ જ્ઞાનગને અભ્યાસ પ્રમાદરહિત કરે જોઈએ સંપૂર્ણ જ્ઞાનઅભ્યાસથી સહજ ચારિત્ર સિદ્ધ થાય છે. ૧૨
ગ્રંથસમાપ્તિના સ્થળનું વર્ણન અને ગ્રંથકારનો અમૂલ્ય આશીવાદ.
સ્વર્ગપુરી જેવા સિદ્ધપુરમાં દીવાલીપર્વ સમયે ઉદાર અને સાર જ્યોતિયુક્ત આ જ્ઞાનસારરૂપ ભાવદીપક પ્રગટ થયે છે, અર્થાત્ આ ગ્રંથ સિદ્ધપુર નગરમાં દિવાળીના દિવસે પૂર્ણ કર્યો છે. આ ગ્રંથમાં કહેલા સુંદર ભાવથી ભાવિત પવિત્ર મનવાળા ભવ્ય જીને આવા સેંકડેગમે ભાવદીપકવડે નિત્ય દીવાળી થાઓ એવી આ ગ્રંથકારની અંતર આશિષ છે. ૧૩.
સંસારી જીવની બાહુલ્યતાથી જે કઢંગી સ્થિતિ હોય છે તેને ચિતાર આપતાં ગ્રંથકાર જણાવે છે કે –
કેટલાકનું ચિત્ત વિષય પીડાથી વિહલ હોય છે, કેટલાકનું ચિત્ત કુત્સિત (મંદ) વૈરાગ્યથી હડકવાવાળું હોવાને લીધે જે તે વિષયમાં ચેતરફ દોડતું હોય છે, કેટલાકનું તો વિષયવિષના આવેગથી થતાં કુતકમાં મગ્ન થયેલું હોય છે તેમ જ કેટલાકનું તે અજ્ઞાનરૂપી અંધકૃપમાં ડૂબેલું હોય છે, ફક્ત થોડાંકનું જ ચિત્ત જ્ઞાનસારમાં લાગેલું હોવાથી વિકાર વિનાનું હોય છે. તાત્પર્ય કે જ્ઞાનસારની પ્રાપ્તિ મહાભાગ્યે જ થઈ શકે છે. જેમનું ચિત્ત વિવિધ વિકારરહિત હોવાથી અધિકારી (ગ્ય) બન્યું