________________
[ ૪૯૬ ]
શ્રી કપૂરવિજયજી
ચેાથી ઉજાગરદશામાં એટલે જ્યાં કલ્પના માત્રની શાંતિ થયેલી હાય છે તેમાં જ અનુભવની પ્રાપ્તિ થાય છે. અનુભવ ચેાગ્ય દશા તે જ છે. માકીની ત્રણ દશાએ (સુષુપ્તિ, સ્વાપ ને જાગર )ને તેા સંસારી જીવ માત્ર અનુભવ કર્યા કરે છે; પરંતુ તેથી કાંઇ કાર્યસિદ્ધિ થતી નથી. એ તા મેાહનીયક - જન્ય દશાએ છે, માહના વિલાસ છે, સંસારપરિભ્રમણુના હેતુ છે અને આત્માને અહિતકર છે; છેલ્લી એક દશા જ આત્માને હિતકર છે. તે મેળવવા માટે પ્રથમ પ્રયાસ ઘણા કરવા જોઇએ. તેને માટે ચેાગ્યતા મેળવવી જોઇએ, તે દશા કાંઇ એકાએક પ્રાપ્ત થઈ શકે તેવી નથી. ચેાગી પુરુષાને જ તે દશા પ્રાપ્ત થાય છે. સંસારમાં વાસ કરીને રહેલા વિકારી પ્રાણીઓને એમાં અવકાશજ નથી. એને એની ગંધ પણ આવે તેમ નથી. તેથી તે દશાને પ્રાપ્ત કરવા માટે સંસાર તજવાની જ ખાસ અપેક્ષા છે. સંસારથી ન્યારા થયેલા–જેમના હૃદયમાંથી સંસારની વાસના માત્ર ઊઠી ગયેલી હેાય એવા મહામુનિએ શાસ્ત્રઢષ્ટિવડે એટલે શ્રુતજ્ઞાનવર્ડ પ્રથમ સકળ શબ્દબ્રહ્મને જાણીને પછી સ્વસ ંવેદ્ય એવા પરબ્રહ્મના અનુભવ કરે છે. આ સ્થિતિ અત્યંત દુર્ઘટ છે, મેઘી છે, મુશ્કેલ છે, સહેજે પ્રાપ્ત થાય તેવી નથી; પરંતુ જેને તે પ્રાપ્ત કરવા ઢંઢ અભિલાષા છે—જિજ્ઞાસા છે, તેણે પ્રથમ સંસારથી ન્યારા થઇ, વિષય કષાયના યથાશક્તિ જય કરી, શ્રુતજ્ઞાનના બળને વધારી, સમભાવમાં સ’પ્રયુક્ત થઇ પછી અનુ. ભવજ્ઞાન મેળવવા તત્પર થવું એટલે તે સહેજે પ્રાપ્ત થશે. એને માટે પ્રથમ જ્ઞાન ક્રિયા ખનેની અપેક્ષા છે, પછી માત્ર જ્ઞાનની એકલાની જ અપેક્ષા છે. આ સ્થિતિનું વર્ણન ગમે તેટલું કરીએ પણ તે પૂર્ણ પણે શબ્દગોચર થઇ શકે તેમ નથી. તે તે