SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ [૨૬] શ્રી કરવિજયજી ત્માએ (પતંજલિ ત્રાષિએ) કહ્યું છે. અહીં પતંજલિ ઋષિને પ્રથમ ગની દષ્ટિથી મહાત્મા કહેલ છે. અનિશ્ચિત-અનિર્ધારિત અર્થવાળા વાદ-પૂર્વ પક્ષ અને પ્રતિવાદ-ઉત્તરપક્ષને કહેતાં તે પ્રમાણે છ માસ સુધી કંઠેશેષ કરે, પણ ગમન કરવામાં ઘાંચીના બળદની પેઠે તત્વને પાર પામે નહિ. खद्रव्यगुणपर्यायचर्या वर्या पराऽन्यथा । इति दत्तात्मसंतुष्टि-सृष्टिज्ञानस्थितिर्मुनेः ॥५॥ આત્મદ્રવ્યગુણ પર્યાયમાં રમવું એ જ શ્રેષ્ઠ છે, બીજું વૃથાફેગટ છે” એવી આત્મસંતોષી મુનિના મુષ્ટિજ્ઞાનની સ્થિતિમર્યાદા છે, એ ટૂંકું જ્ઞાન અનુપમ છે. ૫. પોતાના શુદ્ધ આત્મદ્રવ્યમાં, પિતાના શુદ્ધ જ્ઞાન, દર્શન અને ચારિત્રાદિ ગુણમાં અને પોતાના શુદ્ધ અર્થ અને વ્યંજનપર્યાયમાં ચય-પરિણતિ શ્રેષ્ઠ છે. પરદ્રવ્ય, તેના ગુણ અને પર્યાયમાં પરિણામ, ગ્રહણ અને ઉત્પત્તિરૂપ ચર્યા-પરિણતિ અ-- ન્યથા છે શ્રેષ્ઠ નથી. એ પ્રમાણે જેણે આત્માને સંતોષ આપે છે એવી મુષ્ટિજ્ઞાનની–સંક્ષેપથી રહસ્યજ્ઞાનની સ્થિતિ–મર્યાદા મુનિને હોય છે. “આવન-જ્ઞાન-વારિત્રાથથવા ” ઈત્યાદિ મુનિને દર્શન, જ્ઞાન અને ચારિત્ર આત્મા જ છે. अस्ति चेद् ग्रन्थिभिज्ज्ञानं, किं चित्रैस्तत्रयत्रणैः । । प्रदीपा कोपयुज्यन्ते, तमोघ्नी दृष्टिरेव चेत् ॥ ६ ॥ અંતરની રાગદ્વેષમય મોહગ્રંથિને ભેદી નાખનારું આત્મજ્ઞાન જેને પ્રગટ થયું હોય તેને વિવિધ શાસ્ત્રશિક્ષાઓની શી જરૂર ?
SR No.022880
Book TitleLekh Sangraha Part 06
Original Sutra AuthorN/A
AuthorKarpurvijay Smarak Samiti
PublisherKarpurvijay Smarak Samiti
Publication Year1942
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy