________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૪૯] સમાધિરૂપ સર્વસ્વ ચોરી લેવાનું છે. જીવ પોતાના મનમાં ગમે એવા સારા વિચારો ઘડતો હોય, વચનથી ગમે એવી વૈરાગ્યની વાત કરતો હોય અને કાયાથી પણ સદનુષ્ઠાન સેવ હોય, પરંતુ જ્યારે અનુકૂળ વિષયસામગ્રી ઉપસ્થિત થાય છે ત્યારે તેની ત્રિપુટીમાં કંઇક ક્ષેાભ થાય છે. પછી અનુક્રમે મન, તન અને વચનમાં વિષયવાસના પ્રગટે છે, અને એમ થતાં જે શાંતિ સમાધિરૂપ સહજ સુખ અનુભવાતું હોય છે તે સુખ બાધક નિમિત્તો મળતાં ઇન્દ્રિયની ચપળતાથી અને વિષયવાસનાની જાગૃતિથી શ્રુભિત થાય છે, ડોળાઈ જાય છે અને અંતે લુપ્ત થઈ જાય છે. આવી રીતે ઇન્દ્રિયે પિતાને પ્રાપ્ત થયેલા અનુકૂળ વિષયેની સહાયથી આત્માનું સહજસમાધિરૂપ ધન ચારી લે છે, અને આત્માને દીન–અનાથ-રંક જે કરી નાખે છે. તેથી પરમ અનુભવી પુરુષ પ્રબળ પુરુષાર્થ વડે ઇન્દ્રિયને પરાજય કરવા તપ, જપ, સંયમાદિક સદુપાયને સદ્વિવેકથી સેવી વિષયવાસના નિર્મૂળ કરી પરમ સમાધિસુખ પ્રાપ્ત કરે છે. અને અન્ય આત્મહિતૈષી જનોને પણ સદુપાયે દર્શાવી, ઇંદ્રિયને પરાજય કરી, વિષયવાસના ટાળી આત્માનું સહજ સમાધિસુખ આસ્વાદવા અને તે જાળવી રાખવા ઉપદિશે છે. ખરેખર એવા અધ્યાત્મવેદી મહાત્માઓ પરમ ઉપગારી હેવાથી પરમપૂજ્ય છે જ, પરંતુ તે મહાપુરુષોના ઉપદેશામૃતનું અત્યંત રુચિથી પાન કરી જે મહાનુભાવ સદ્વર્તન સેવે છે તેઓ પણ ધન્ય ધન્ય છે. શાસ્ત્રકારે પણ કહ્યું છે કે વનવયમાં ભેગસમર્થ છતાં જેમણે સંતેષરૂપી પ્રકારનું અવલંબન લઈ ઈદ્રિયબળને ભાંગ્યું છે તેમણે ખરેખર દુષ્કર કાર્ય કર્યું છે. કટાક્ષ નાખીને જેનારી સ્ત્રીથી જેમનું મન ક્ષોભ પામ્યું નથી–પામતું નથી તેવા