________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૨૫ ]
ઉપજાવી સ્વપર જીવને અનેક રીતે અનર્થકારી થાય છે. ઈંદ્રિયપરાજયશતકમાં પણ કહ્યું છે કે—
“ જેમ ધુણુ લાકડાને કાતરી કાતરીને અસાર કરી નાખે છે તેમ વિષયને પરવશ પડેલા પ્રાણીએ પણ પેાતાના ચારિત્રને સાર રહિત કરી નાખે છે, એમ સમજી તત્ત્વગવેષક જનાએ ઇંદ્રિયાના જયકરવાને દૃઢ પ્રયત્ન કરવા જોઇએ. જેમ મૂર્ખ માણસ તુચ્છ વસ્તુને માટે ચિન્તામણિ રત્ન ફેંકી દે છે તેમ તુચ્છ વિષયમાં વૃદ્ધ થયેલા જના મેાક્ષસુખને ગુમાવી દે છે. એક તિલમાત્ર વિષયસુખને માટે મૂર્ખ જીવ મેરુપત જેવડુ દુ:ખ માથે વહારી લે છે, પછી તે દુ:ખના શીઘ્રપણે અંત આવતા નથી, એમ સમજી સુના જનાએ જરૂર હિતાહિતને વિચાર કરવા. જે કે વિષયસુખ વિષની જેમ શરૂઆતમાં મીઠું લાગે છે પણ પરિણામે અત્યંત દુ:ખદાયી નિવડે છે. એવું વિષયસુખ અનંત કાળ પર્યંત આ જીવે ભાગળ્યુ છે, તે પણ અદ્યાપિ તેને તજવાની બુદ્ધિ થતી નથી એ શું ઉચિત છે ? વિષયરસમાં મગ્ન થયેલે જીવ Y પણ હિતાહિત જાણુતા નથી, પછી મહાઘાર નરકમાં પડ્યા છતા કરુણ સ્વરે ઝુરે છે. જેમ લીંબડાના કીડા કડવા લીંબડાને પણ મીઠે માને છે તેમ મેાક્ષસુખથી વિમુખ રહેનારા ભવાભિનંદી જીવે સંસારના દુ:ખને પણ સુખરૂપ માને છે. ક્ષણુમાત્ર સુખ આપનારા એવા અસ્થિર, ચપળ અને દુર્ગંતિદાયક દુષ્ટ વિષયેાથી હવે તેા વિરમવુ જોઇએ. જેમ જેમ જીવ અજ્ઞાનવશ સુખબુદ્ધિથી કામભાગમાં મૂંઝાય છે તેમ તેમ અધિક તૃષ્ણાના બળથી મેાહુપાશમાં સપડાતા જાય છે,