________________
લેખ સંગ્રહ : ૬ :
[ ૩૦૧] શાંતમુદ્રા( પ્રતિમાદિક )નું અવલંબન લઈ આપણું મનની તદાકાર વૃત્તિ કરવી તે પિંડસ્થ, પ્રભુના પવિત્ર નામમંત્રનું આલંબન લઈ ચિત્તનું એકાગ્રપણું કરવું તે પદસ્થ, પ્રભુની વીતરાગ દશા-કેવળી અવસ્થાનું અવલંબન લઈ ચિત્તવૃત્તિને તદાકાર કરવા પ્રયત્ન કરવો તે રૂપસ્થ અને પ્રભુની સિદ્ધદશાને જ અવલંબી ચિત્તની તદાકારવૃત્તિ કરવી તે રૂપાતીત ધ્યાન કહ્યું છે. ઉપર બતાવેલ નિર્મળધ્યાન ત્યારે જ સધાય છે કે જ્યારે જીવ અશુભ આચારવિચારને દિનપ્રતિદિન પરિહાર કરવાપૂર્વક શુદ્ધ નિર્મળ આચારવિચાર પાળવા તનમનથી પિતે પ્રયત્ન કરે, નમ્ર અને મિષ્ટ વચનથી એ પ્રયતન કરાવે, તેમજ તેવા પવિત્ર પ્રયત્ન કરનારને યથાઅવસર અનુમોદન આપે. જે બાપડા પામર પ્રાણીઓ અહોનિશ કપિત સ્વાર્થમાં જ મગ્ન રહી ક્ષણિક એવાં વિષયસુખને કાજે જ મથન કરી રહ્યા છે તેમને તો ઉપર કથેલાં પ્રશસ્ત ધ્યાનનો કે તેથી સાક્ષાત્ અનુભવાતાં સ્વાભાવિક સુખને સ્વાદ સરખે કયાંથી મળી શકે ? પરંતુ જે પુરુષ સ્વાર્થ ત્યાગી બની ક્ષણિક એવાં કલિપત સુખની દરકાર નહિ કરતાં કેવળ પારમાર્થિક સુખની જ ગવેષણ કરી રહ્યા છે તેમને પુરુષાર્થને પારમાર્થિક પંથે પળતાં પ્રશસ્ત ધ્યાનને તેમ જ તજજનિત સત્ય સ્વાભાવિક સુખનો આસ્વાદ કરવાને સહેજે પ્રસંગ મળે છે. નિર્મળ થાનગે સકળ કમળ દગ્ધ થઈ જાય છે, જેથી આત્મા કાંચનની જે વિશુદ્ધ થાય છે, તેમજ તેવા પ્રશસ્ત ધ્યાનયોગે ચિત્તની પણ વિશેષત: સ્થિરતા-શુદ્ધિ સંપ્રાપ્ત થઈ શકે છે. આત્માના સ્વાભાવિક ગુણેને અજવાળવાને ચિત્તની સ્થિરતા કેટલી બધી ઉપાગી છે અને ચિત્તની અસ્થિરતાથી