________________
[ 6 ].
શ્રી કર્ખરવિજયજી જે તૃષ્ણારૂપ કૃષ્ણ સર્પના ઝેરને નાશ કરવામાં જાંગુલી વિદ્યા સમાન પૂર્ણતાજ્ઞાનની દ્રષ્ટિ જાગૃત થાય છે તે પૂર્ણાનંદમય આત્માને દીનતારૂપ વીંછીની વેદના કેમ હોય?
પૂર્ણતાજ્ઞાનની દ્રષ્ટિ તૃષ્ણાને નાશ કરે છે, અપૂર્ણને તૃણ વધે છે. જે મંત્રથી સર્પના વિષની પીડાને નાશ થાય, તેનાથી વીંછીની પીડાનો નાશ કેમ ન થાય ? જે પૂર્ણ હોય તે તૃષ્ણાથી દીન ન હોય એ ભાવાર્થ છે.
पूर्यन्ते येन कृपणा-स्तदुपेक्षैव पूर्णता । पूर्णानन्दसुधास्निग्धा, दृष्टिरेषा मनीषिणाम् ॥ ५ ॥
જે જડ વસ્તુઓને પણ લેકે (મેહવશ) સંગ્રહ કરે છે તેની ઉપેક્ષા કરવી એ જ ખરી પૂર્ણતા છે. તત્ત્વજ્ઞાનીઓની દષ્ટિ તે પૂર્ણાનંદરૂપ અમૃતથી આદ્ર જ રહેતી હોય છે. પ.
જે ધન, ધાન્યાદિ પરિગ્રહવડે કૃપણે-હીનસત્ત્વ, લેભી પ્રાણ પૂરાય છે તે ધન, ધાન્યાદિ પરિગ્રહની ઉપેક્ષા જ પૂર્ણતા છે. ( અહીં ધન, ધાન્યાદિ પરિગ્રહનું ઉપાદાન-ગ્રહણ સવિક૯પ છે અને ઉપેક્ષા નિર્વિકલ્પ છે માટે ઉપેક્ષા લીધી છે). પૂર્ણાનન્દરૂપ અમૃતવડે નિશ્વ–આદ્ધ થયેલી આ દષ્ટિ પંડિતાની હોય છે.
જ્યાં આત્મદ્રવ્યના યુદ્ધ જ્ઞાનાદિ પર્યાયની પૂર્ણતા સદા અવસ્થિત છે ત્યાં પુદ્ગલ સંકલિપત અપૂર્ણતા જણાતી નથી, પરંતુ પરમ ઉપેક્ષાવડે કુરાયમાન સ્વરૂપવાળી પૂર્ણતા જ પ્રકાશે છે એ ભાવાર્થ છે.